________________
સ્વર્ગસ્થ મુનિશ્રી અમૃતસાગરજીના.
૧૮૮
-
~
સ્થાનકવાળા અને પાંચમા ગુણ સ્થાનકવાળા જીવોને સાધુ થવાની તીવ્રભાવના વર્તે છે અને તેથી તેઓ ચોથા અને પાંચમા ગુણસ્થાનક રહી શકે છે. જેઓને સાધુની દીક્ષા અંગીકાર કરવાની ભાવના નથી તેઓ અવિરતિસમ્ દષ્ટિ ગુણસ્થાનકમાં વા દેશ વિરતિ ગુણ સ્થાકમાં રહી શકતા નથી. સાધુ થવાને જેના મનમાં પરિણામ નહેાયતે શ્રાવકપણાથી ભ્રષ્ટ થાય છે ઉપરનું ઉચ ગુણ સ્થાનક ધારણ કરવાની ઈચ્છા વિના ચોધાવા પાંચમા ગુરથાનકમાં રહી શકતું નથી આત્માને સુખનું સ્થાનભૂત અવબોધ્યા બાદ કોણ બંધનથી મુક્ત થવા છત્રછા ન કરે !
' “વરણ ની અમૃતતાકારગીના”
વાયદદગાર, અનાદિકાલથી ચોરાશી લાખ યોનિમાં પરિભ્રમણ કરતો કરતો પૂર્વભવના પુદયથી મનુષ્યાવતાર પામે તેમાં પણ ઉચ્ચગેત્ર. ઉચધર્મ ઉચ્ચદેવ. ઉચ્ચગુરૂ ઇત્યાદિ સર્વ સામગ્રી પામી પુન: મેહદયથી સર્વ ધર્મ સામગ્રીને તજી દુર્ગતિને પન્ય પામવાને અનેક પ્રકારનાં નિમિત્ત લઈ પાપોદ્યમી કેમ બને છે? કાર્યકકિર્થમાં સત્યાસમાં ધમધર્મમાં વિવેક દષ્ટિથી વિચાર કર્યા વિના કાર્યોમાં પ્રવૃત્તિ કરી અસહ્ય દુઃખ પ્રાપ્ત ક્યાં છે એમ જાણીને હવે તું અઘાર મિહ નિદ્રાને કેમ ત્યાગ કરતા નથી. તારું કર્તવ્ય ભૂલાવીને મોહ દશાતને અન્ય માર્ગે દોરશે. ચેત !!! ચેત ! ! ! અત્યારસુધી મોહદશાથી જે જે દુ:ખે પડ્યાં તે શું તું ભૂલી ગયા ? તારા આત્માને તું મહદશાથી દુઃખની શ્રેણિપર ચડાવીને સુખની ઈચ્છા કરે છે તે શું યોગ્ય છે? હે પ્રભો ! હદયની શાંતિ ઇચ્છું છું.
-
-
-
-
સર્વ જગતના જીવોની સાથે પ્રેમભાવના રાખ કે જેથી પોતાને દુઃખ થાય નહિ. તું મહવઘાત અમુક ચીજ મારી છે તેમ હૃદયનાભાવથી માન નહિ. કારણ કે મોહથી માનેલી
૧ ગનિષ મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજી મહારાજના શિષ્ય શ્રી અમૃતસાગરજીએ ગત વર્ષમાં સુરતમાં દેહૈત્સર્ગ કર્યો હત–તે જૈનશાસ્ત્રાને અભ્યાસ કરતા હતા. તેમની ખાનગી નોટબુમાં તેમણે પિતાને વિચારો લખ્યા છે. સુરતથી મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજી પાસે તેમની નોટબુકે આવી અને તેમાંની એક નોટબુકમાં તેમણે લખેલા વિચારોને વાંચીને મન માં એ વિયાર થયે કે ગુરૂની સંગતિથી શિષ્યોના હૃદયમાં પણ ઉત્તમ વિચારો પ્રગટ થાય છે તેનો લાભ વાંચકોને આપવો જોઈએ. ઇત્યાદિ આશયેના અનુસાર તેમના વાય ઉગારોને બહાર પાડ્યા છે–તેમના વિચારો વાંચવાથી તેમનું આત્યંતરિક જીવન કેવું હતું તે શ્રેતાઓ વયમેવ વિચારી શકશે–સૂચના. મુનિ. અમૃતસાગરે કે શ્રાવક ઉપર ઉપદેશના પત્ર લખ્યા છે અને તે શ્રાવકે બુ. પ્ર. ઓફીસ ઉપર મોકલાવશે તે યોગ્ય લાગતાં છપાવી પ્રસિદ્ધ કરીશું.