________________
શિષ્ય પ્રધ.
૧૯૭
તા જણાઈ આવે છે-અધ્યાત્મજ્ઞાની ચારે તરફ વિષના સગોથી ઘેરાયેલો હોવા છતાં તેમાં આત્મિકતાનો નિશ્ચય કરતું નથી તેથી પાર્ગલિક કૃષ્ટિના પદાર્થોથી તે બંધાતે નથી-અધ્યાત્મજ્ઞાની પિતાના આત્માની અનંત શક્તિ જાણે છે તેથી તે આલસ્યાદિ પ્રમાદના વશમાં આ વતો નથી અને અમુક અશક્ય છે એમ તે માની શકતો નથી અધ્યાત્મજ્ઞાની બાહ્યથીજ " માત્ર વસ્તુનું સ્વરૂપ દેખી શક નથી-તે પોતાનામાં આત્મામાં રહેલી અનંત રૂદ્ધિનો નિશ્ચય કરે છે તેથી તે દીનભાવને તે સ્વમમાં પણ આશ્રય લે નથી આવી તેની અન્તરની દશા થવાથી તે પરના આધારે પરતંત્ર થવાનું કબુલ કરતો નથી. તે પિતાના ગુણોને જ આશ્રય કરીને સ્વાશ્રયી બનીને અન્યોને પણ સ્વાશ્રયી બનાવવા પ્રયત્ન કરે છે. અધ્યાત્મજ્ઞાની સાત પ્ર. કારના ભયથી પિતાના ધર્મને ભિન્ન જાણે છે તેથી તે સાતપ્રકારના ભયમાં પણ નિર્ભથી રહેવા મનને ગુરૂ બનીને મનને ઉપદેશ આપીને નિર્ભય દેશ તરફ ગમન કરી નિર્ણય ૫રિણામને સેવે છે.
અધ્યાત્મMાનીઓ મનના ઉપર ચઢેલા આર્તધ્યાન અને રેયાનરૂપ અનંતગુણ ભારને ત્યજી દે છે અને હલકા થઈ શાંતિ પામે છે. તાજી હવાને પ્રાપ્ત કરીને મગજ જેમ પ્રફુલ્લ બને છે તેમ અધ્યાત્મજ્ઞાનિયો અભિનવ અનુભવ જ્ઞાનના વિચારોથી તાજા બને છે અને આનંદની લહેરમાં આતર જીવનને વહે છે, અધ્યાત્મ જ્ઞાનિય પ્રતિદિન અભિનવ જ્ઞાનના તાજા વિચારોને ધ્યાન ધરીને પ્રાપ્ત કરે છે. હાથીની પાછળ કૂતરાં જેમ શોરબકોર કરી મૂકે છે છતાં હાથી કંઈ પિતાનું મગજ પ્રાયઃ ખેતે નથી તદત અધ્યાત્મ જ્ઞાનીઓ દુનિયાના મનુષ્યના ભિન્ન ભિન્ન આક્ષેપથી–તિરસ્કારોથી.-ઉપાધિયોથી પિતાનું મગજ ખાતા નથી. કદાપિ તેઓ આર્તધ્યાનાદિના ઝપાટામાં આવી જાય છે તો પણ તેઓ જ્ઞાનબળના પ્રતાપે પાછા પિતાના સ્વભાવમાં આવી જાય છે.
અધ્યાત્મજ્ઞાનીઓ જગતની શક્તિ સદાકાલ ઇશ્યા કરે છે –કેઈપણ અપરાધી જીવને દુઃખ દેવાની તેઓના મનમાં ઈરછા થતી નથી અધ્યાત્મજ્ઞાનીઓ કોઈનાં મમહણાય એવું બેલતા નથી તેમ લખતા પણ નથી. અધ્યાત્મજ્ઞાનીઓ મન-વાણી અને કાયાની શક્તિનો ઉચ્ચમાં ઉચ્ચ સદુપયોગ કરે છે તેથી તેઓ જગતના મહત્માઓ ગણાય છે. અધ્યાત્મજ્ઞાનિય શ્રીવીતરાગદેવનાં વચનને અમૃત સમાન ગણે છે અને તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કર્યા કરે છે. અધ્યાત્મજ્ઞાનિયાનો ધર્મ પ્રેમ પણ ઉચ્ચમાં ઉચ્ચ રહે છે અને તેઓ કષાયનાતી વપરિણામને ભાવના ભાવી ભાવાને મન્દ કરી દે છે. બાહ્ય દષ્ટિધારક મનુષ્યોને વ્યાપાર જ્યારે બાહ્યો હોય છે, અને અધ્યાત્મજ્ઞાનિયાનો વ્યાપાર તે અન્તરમાં સદગુની પ્રાપ્તિ કરવા માટે ક્ષણે ક્ષણે ચાલ્યા કરે છે, બાહ્ય દષ્ટિધારક ક્રોધાદિકના પરિણામની તોપ પિતાના તરફ ખડી કરીને ફેડે છે અને અન્તર દષ્ટિધારક અધ્યામજ્ઞાનીઓ તે સમભાવરૂપ તપવડે મોહ અને મારે છે. બાહ્યદૃષ્ટિધારકે ગમે તે રીતે રવાથદિના પ્રેય એવા ગ્રથિલની પડે અનીતિ તરફ વૃત્તિ કરે છે. અને અધ્યાત્મજ્ઞાનીઓ વિવેકના ચક્ષુવડે મેક્ષ અન્ય તરફ પ્રવૃત્તિ કરે છે. અધ્યાત્મજ્ઞાની વિચારે છે કે પોતાની શુદ્ધ ભાવના વડે પિતાના આત્માને પિછવાને છે. આ સંસારમાં કોઇ વસ્તુ પિતાની નથી. સંખ્યારાગની પેઠે