________________
૨૧૦
બુદ્ધિપ્રભા.
બાળા ઘેર રૂએ એમ ધારી નિશાળે મોકલે છે કે જેથી કરી તેના કકળાટથી દુર રહિ તેઓ મહકાર્ય કરી શકે.
અમારી આર્ય ભુમીની અજ્ઞાન માતાને બાળાના નાક વિંધવાની, અને હાથે છુંદણાં, અને બાળકને ઘરેણાથી સજવામાં જેટલો ઉત્સાહ છે તેનાથી દશમા ભાગનો ઉત્સાહ બાળકની કેળવણી આપવામાં છે તે નથી એ ઘણું શોચનીય છે.
અર્વાચીન કેળવણીનેજ કંઇક આવો પ્રભાવ છે કે ભણેલી ગણાતી સ્ત્રી, પતિની કમાણી તરફ બીલકુલ ધ્યાન આપતી નથી અને સર્વ કામ ચાકર નફરને સેપે છે. પોતાની તંદુરસ્તી જળવાઈ રહે એટલું કામ ન હોવાથી તે વિચારમાં પડે છે. આવી રીતે તેઓની તંદુરસ્તીની પાયમાલીથી ડાકટરના દવાખાનાની ઉન્નતિ થાય છે. વળી તેઓ માને માન આપતાં સંકોચાય છે અને નાનેરાંઓની સાથે વાતચીત કરવામાં લજજાય છે, અને પિતા કરતાં તુચ્છ ગણે છે. કેટલીવાર કેળવાયેલી બાળા વધારે ચકર, વધારે મળતાવડી, તેમજ વાતચીતમાં વધારે રસીલી જણાય છે પણ તેજ સાથે વધારે ચીબાવલી, ઈર્ષા કરનારા મનની મલીનતા અને પાપ કૃતિઓ વાળી માલમ પડે છે તેથી આવા આવા દુર્ગણેને દુર કરવાને કેળવણીની ખાસ આવશ્યકતા છે. ઉપર પ્રમાણે તેમની કેળવણી અને તેના પરીણામની સ્થિતિ છે. ગુજરાત અને કાઠીઆવાડમાં પણ કુરુઓ અજ્ઞાન છે, તેઓ ફકા અક્ષરો વાંચતાં લખતાંજ શીખે છે, અને તે આવડ્યા એટલે કેળવણી પુરી થઈ એમ સમજે છે, પણ તે તેમનું અજ્ઞાન છે.
આજ કાલ માબાપ છેકરીઓની ઉન્નતિ માટે નાની બાબતમાં લક્ષ નથી આપતા તેથી હું તે તે માબાપને વિનવું છે કે જેવી રીતે એક દુધપાકના તાવડામાં ઝેરનો કટકેજ નાખવામાં આવે છે તો આખો તાવડે નકામો થઈ જાય છે તેવી જ રીતે છોકરીઓની નાની નાની ખોટી બાળ ચેષ્ટાઓ ના ડાઘ લગાવ્યા વિના રહેતી નથી, માટે હંમેશાં નાની બાબતમાં ઘણું લક્ષ આપવાની જરૂર છે. અહીંથી હું વિરમું છું.
યશનિ T
!
( પાદરાકર. )
કોઈપણ કાર્યમાં યશ કે અપયશ મળ એ ઘણે ભાગે આપણું મનની સ્થિતિ પર અવલંબીને રહે છે. કાર્ય આરંભ કરતાં પહેલાંજ આપણે હતાશ થઈએ તે આપણી શક્તિનો વંસ થાય છે, અડચણ આવતાં જ આપણું બુદ્ધ ગુમ થઈ જાય છે ને પછી આપણે પાળ પડીએ છીએ, ને એક વાર પા પા એટલે પુનઃ તેજવા મંડન કરવાનું સામર્થ આપણી પાસેથી ચાલ્યું જાય છે.
કાર્ય આરંભ કર્યો પૂર્વે નકામી અડચણ કહી તે ઉત્સાહનો ભંગ કર એ એક જાતની ઘેલછા જ છે. વિન આવવા જે પ્રસંગ કરવાને કિંવા અવ્ય નહી બત કરવાને