________________
સમરાદિત્યના રાસ ઉપરથી.
૨૦૭
ખરે તારશે સેવતા એ તપસ્વી,
નહિ કાણુ એ ચાહશે જે મનસ્વી. સંસારમાં રહેલા સઘલા છ મોટે ભાગે સંસારી સુખના અભિલાષી હોય છે તેમાં કોઈ ક પરલોકના સુખના પણ વછક હેય છે. તેઓ સઘળા એટલું તો માને છે કે તપશ્ચયથી તે મળે છે પણ જેઓને સુધા વેદની ને સહન થતી હોય કે છ રસના રવાદુ હોય તેમની આકાંક્ષા તપશ્ચર્યા કરવાને થતી નથી પણ તેઓના દિલમાં એ ભાવ ઉત્પન્ન થાય છે કે તેવા તપસ્વીઓના ચરણની ઉપાસના કરી આશીર્વાદ મેળવવાથી તપશ્ચર્યા કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે તથા કદાચ તે શક્તિ ઉત્પન્ન ન થાય તો પણ ખરાભાવથી તપસ્વીની પર્ય પાસના કરવાથી તપશ્ચર્યા કરવાનો પણ લાભ થાય છે તેથી ઘણા માણસે પોતાનું કાર્ય કર્યું ન કર્યું કે તુર્ત ત્યાં વનમાં આવી તાપની સેવા કરતા. તેમ કાઈ પર્વને દિવસ આવે ત્યારે ગમત છોડીને પણ ત્યાં આવી તે તપસ્વીના ચરણની પપાસના કરતા. આવી રીતે દૂર દેશાવરમાં પણ તે તપસ્વીની કિર્તિ ફેલાવા માંડી હતી. જે પૂર્વે તેનું અપમાન પામતે સૈને બેડોળ લાગતે જેની સૌ મશ્કરી કરતા તેના ચરણની ઉપાસના કરવાને મોટા મટા શ્રીમંત પણ આવતા અને પિતાનું ભલું થાય તથા પિતાનાં બાળ બચ્ચાનું કલ્યાણ થાય માટે નાનબાળકને પણ પગે લગાડવા લઈ જતાં હતાં.
જેમ પુરૂષ પણ સંસારમાં દુઃખી હોય છે તેમ સ્ત્રીવર્ગ પણ દુઃખી હોય છે તેમાં કેને પુત્રની વાંછા, કોઈને સાભાગ્યની છા, કોઈને પતિને પ્રેમ કેઈને પુત્રના સુખની વાંછા એમ અનેક પ્રકારે સુખ મેળવવાની વછા અને દુઃખને દૂર થવાની વાંછા હોવાથી પિતાના પતિ સાથે કઈ વૃદ્ધ સ્ત્રીઓ પુત્ર સાથે કોઈ કુમારિકાઓ માતપિતાની સાથે તે આશ્રમતિપ સ્વીને નમસ્કાર કરવા જતી હતી. આવી રીતે તે વન પ્રથમ સ્થત એકાંત લાગતું તે હવે લોકેની બહોળી, આવજાથી ગાજી રહ્યું હતું. ગાડી ઘેાડા રથ પાખલીઓનો મોટો જમાવ આશ્રમની આજુ બાજુ થવા માં. પ્રથમતો વસંત રૂતુજ લોઢાને આવવા આકર્ષણ કરતી પણ હવે તો તે તપસ્વીના પ્રભાવથી એ રૂતુમાં લેકે આવવા લાગ્યા હતા. પ્રથમ આં. બાને મહેરખાઈ વસંત રતુમ જ કેયલ બોલતી હતી પણ હવે તે જરા પણ વરસાદ ખુલે કે વર્ષો રૂતુમાં તથા શિયાળા ઉનાળામાં સર્વદા કોકીલકંઠી સુંદરીઓ વડીલો સાથે તપવી ને વંદન કરવા આવી વખત મળતાં તે આશ્રમની બહાર મધુર સ્વરે તપસ્વીની સ્તુતિનાં પદે ગાવા લાગી હતી !