________________
२०९
બુદ્ધિપ્રભા.
આ પ્રમાણે અમૃત જેવાં શાંતિનાં વચન સાંભળી તે દિજ પુરે કહ્યું કે હે પ્રભો ! જે મને યોગ્ય જુઓ તો તાપસ ધર્મનાં વત આપે ત્યારે તાપસના ગુરૂએ ઉત્તર આપે કે હે વસ ! તારા વિનયથી અને વર્તનથી તથા વૈરાગ્ય દશાથી તું તાપસનાં વતેને યોગ્ય છે તે શા માટે વ્રત આપવામાં નહિ આવે. છતાં પણ તેના જ્ઞાન વિના વ્રત પળી શકે નહિ માટે પ્રથમ તું વત સમજી લે. તેણે હા પાડવાથી તેને વ્રતને અધિકાર તથા તાપસેન આચાર સમજાવ્યું. સધળી વસ્તુ પ્રાપ્ત થવી એ નશીબના આધારે છે છતાં પણ નશીબ કરણીના આધારે છે માટે તે શિષ્ય સારી રીતે વ્રતો પાળી સતિ પામે તેવા હેતુથી તેની અતિશે આતુરતા છતાં પણ સારૂં નક્ષત્ર ! તીથિ વાર યુગ પ્રહ તપાસી શુભ મુહુર્તે કેટલાક દીવસ રાહ જોઈને પછી દિક્ષા આપી–ગમે તેવાં કષ્ટ હોય તે પણ તે તેના પ્રભાવથી નાશ પામે છે અને અશુભ કર્મ જે લાંબો કાળ દુઃખદાયી છે તે પણ તપશ્ચર્યા તપવાથી એકદમ થા કાળમાં નાશ થાય છે તેવું તે દ્વિજપુત્ર જાણતા હોવાથી તથા પિતાને ખમવું પડેલું અપમાન તથા કુરૂપ તથા માતાનું મરણ ધનનો નાશ વિગેરે વારંવાર યાદ આવતું હોવાથી એક દમ દૂર થઈ સુખ પામવા દુખમર્ભિત વૈરાગ્યથી પિતાના ગુરૂને કહેવા લાગ્યા પ્રત્યે ! આપના પ્રબળ આશ્રયથી આવું શ્રેષ્ઠ તાપસવ્રત પામીને મારા સઘળાં પાપ નાશ થવા માટે મહા પ્રતિજ્ઞા પૂર્ણ ભાવથી કરૂં છું કે મારે એક એક માસના આજના દિક્ષાના દીવસથી માંડીને ઉપવાસ છે–અને પારણાના દિવસે પહેલે ઘેર જે આહાર મળે તેવો લેઈ કંઈ ન મળે તે એમને એમ પા ફરી મળેલ આહાર ખાઈને કે ન મળે તે તે દિવસે પણ ઉપવાસ કરી પાછા એક મહિનાના ઉપવાસ કરવા પણ આહાર માટે પારણાના દિવસે બીજે ઘેર આહારની વાંછા માટે જવું નહિ. આ પ્રમાણે સર્વેના દેખતાં પ્રતિજ્ઞા કરી ઘણું વર્ષો સુધી તે પ્રમાણે માસ માસની તપશ્ચર્યા કરી કાયાને તથા કર્મને ગાળવા માંડયાં તેમ દિવસે દિવસે તેને ભાવ પણ વધવા લાગે
ગુણના સૌ સંગી હોય છે. ધર્મ સર્વને પ્રિય હોય છે. નિરાકાંક્ષીના સર્વે ઉપાસક હોય છે તપને પ્રભાવ બીજા ઉપર છાપ પાડી શકે છે. લોકોમાં પણ કહેવત છે કે તપેશ્વરી તે રાજ્યશ્વરી. સૂત્રમાં પણ સંભળાય છે કે ઈદ્રોપણ પૂર્વે મહાન તપશ્ચર્યા કરીને ઈદ્રપદ પામ્યા છે સઘળી લબ્ધિઓ પણ તપશ્ચર્યાથી પ્રાપ્ત થાય છે. રોગો આભવમાં પણ શાંત પામી જાય છે. ઇકની ઉન્મત્તતાને ક્ષણ વારમાં નાચ કરે છે. એક ઉપવાસ પણ મહાન લાભને આપનાર થાય છે તો જે નિરંતર માસમાસના ખરેખર ઉપવાસ કરે તેને કાણું પૂજવા ન જાય ! તેના ચરણમાં કે શિર ન નમાવે? તેની આશીષ કેશુ ન વાંછે ? ગામના રહેવાસી તે શું પણ ત્યાં આશ્રમમાં રહેલા તપસ્વીઓ પણ તેની આવી ઉત્કૃષ્ટી તપશ્ચર્યા જોઈ આશ્ચર્ય પામી તેને મહા પ્રભાવક પુરૂષ માની તેની બરદાસ કરવા તૈયાર થયા હતા. સ્વયંપતે તાપસનાયક પણ તેને શ્રેષ્ઠ માનવા લાગ્યા હતા. આવનથી નજીકમાં વસંતપુર નામનું ગામ હતું ત્યાં તે તપરવીને મહિમા લેકમાં પ્રસરવાથી તેના દર્શનાર્થે ઘણુલોક આવવા માંડયા હતા. અને ઉપણું કરતા હોય તેમ માટે ઉચ્ચારે તે તાપસ આશ્રમમાં તથા પોતાના ગામમાં બોલતા હતા કે.
નહિ જેહને નિજ કાપિ મેહ, ત| સુખ સંસારનું દુઃખ રાહ;