________________
આપણી હાલની સ્થિતિ અને તે શાથી સુધરે,
૨૦૩
વાગશે, લક્ષ્મી દેવી વરમાળા સમર્પણ કરશે, જૈનધર્મ ઉન્નતિના શિખરે બિરાજશે કારણકે જ્યાં પ્રેમ છે ત્યાં જ તેમને રહેમ છે. પ્રેમ નથી ત્યાં કાંઈ નથી. પ્રેમ એજ માણસનું જીવન છે.
મીઠા પાણીની માછલી જેમ ખારા પાણીમાં મરી જાય છે તેમ પ્રેમ વિનાની દિશા થાય છે. માટે પ્રેમ ખીલવા એજ સર્વે દેશ કેમ, સમાજ, વ્યક્તિની ઉન્નતિનું સાથ બિંદુ છે. પ્રેમથીજ સંપ થાય છે. કદાચ કેઈએ કંઈ શાશન વિરોધ લખ્યું કે કંઇ તેવી રીતનું કામ કર્યું તે તેને સમજાવી તેના ઉપર કરૂણાબુદ્ધિ લાવી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વિચારી ચોગ્ય ઉપાય લેવા પરંતુ તેને ધિક્કારવાથી, તેને હલકા પાડવાથી, તેની નિંદા કરવાથી, તેનું હરેક રીતે બુરું તાકવાથી કંઇ સાર્થક થતું નથી. હંમેશાં પ્રેમથીજ આખી દુનિયા વશ થાય છે. રાગ અપ્રશસ્ય છે પણ પ્રેમ પ્રશસ્ય છે અને પ્રેમ એ એવી વસ્તુ છે કે જેનાથી સર્વ વસ્તુ સાધ્ય થઈ શકે છે. મહાન તિર્થકંર પદ પણું પ્રભુ ઉપરના ભક્તિના પ્રેમથી પમાય છે તે પછી આ સમસ્ત દુનિયામાં એવી તે કયી વસ્તુ છે યા પદવી છે કે જે પ્રેમવીને નિષ્પન્ન થઈ શકે માટે જે આપણી સ્થિતિ સુધારવાને, જે અદિતીય માર્ગ હેય તે તે મૈત્રી ભાવના યાતે પ્રેમ ભાવના પરસ્પર ખીલવાનો છે. પ્રેમ માટે નીચે લખેલું કાવ્ય ઘણું પ્રશસ્ય છે.
શુદ્ધ પ્રેમી ભક્તિ પામે, ચિત્તની સ્થિતા મળે, હ નિર્મલ શુદ્ધ પ્રેમ, શુદ્ધ ચેતનને વરે; ભેદ સઘળા ભાગતા જ્યાં, ખેદ સઘળા જાય છે, મહારે હારૂં જ્યાં નહિં લવ, વાસનાઓ દહાય છે; શુદ્ધ પ્રેમજ મુક્તિનું શુભ દ્વારા માન્ય પ્રેમીએ, શુદ્ધ રીતિ નીતિ માંહી, પ્રેમને ઉલ્લેખીએ.
શ્રીમદ્ બુદ્ધિસાગર,
માટે બંધુઓ જે આપણે આપણી સ્થિતિ સુધારવા ચાહતા હોઈએ તે એકબીજા પ્રત્યે પ્રેમભાવથી જેવું જોઈએ. એકબીજાની મુશ્કેલીના વખતે તેને મદદ કરવી જોઈએ, સંટ વખતે સહાય કરવી જોઈએ. અહંપદને અભિમાનપણું ત્યાગ કરી સર્વને સમાન લેખી પિતાના સાધમભાઇ ભણી તેના ઉપર પ્રેમભાવના ભાવવી જોઈએ. ખાલી મુડીએ આવી ખાલી મુડીએ જવાનું છે તે પછી મનુષ્યજીવનમાં દાન, શીયળ તપ અને ભાવને સ્તુત્ય પ્રકારે અંગીકાર કરવો જોઈએ જેથી એકબીજા વચ્ચે પ્રેમની સાંકળ જોડાશે, અને સુખ સંપત્તિ અને વૈભવમાં દિવસે વ્યતિત થશે. આ દુનિયામાં કોઇનું માન રહ્યું નથી, ટકતું નથી અને ટકશે પણ નહિ, ઉંચા તાડક્ષની કેાઈ છાયા પણ લેતું નથી પરંતુ નીચા વળેલા ફળકૂલ પાનથી ભરપૂર ભરેલી કાળી કાળાંવાળા, ઝાડની છાયા સો લે છે, અર્થાત અભિમાની દંભીના છાંયડે કોઈ જતું નથી પરંતુ જે નિમાંની અને સરળ હદયના હોય છે તેમને હજારે માણસ આશ્રય લે છે માટે કોઈપણ ચીજ પ્રભુતાથી પમાતી નથી કારણ કે