SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રી મહત્તા વિચાર. ૧૫૫ સ્ત્રીઓ અનેક પ્રકારના યોગ્ય ઉપાય કરી જીવનમુક્તિના માર્ગને મેળવત પણ પુરૂષ બેડી હેવાથી, શ્રીએ એક સ્થાનમાં પરતંત્રતાથી અનેક પ્રકારના દુ:ખને સહન કરી મૃત્યુના તાબે થવું પડે છે તો પુરૂષ પણ મોટી બેડીરૂપ શા માટે ન લખી શકાય ? - વલી કહેવામાં આવે છે કે સ્ત્રી એ વિશ્વાસનું પાત્ર નથી, ભલે કદાચ એમ સ્વીકાર પણ જુઓ ખરા કે ગૃહ સંસારના કયા વ્યવહાર તમે ના વિશ્વાસ વિના ચલા છે. ખાનપાન આદિ વ્યવહારમાં, ઘર, પુત્ર અને ધનાદના રક્ષણમાં તથા વિનોદની વાર્તામાં સં. સાર વ્યવહારમાં લટાએલ પુરૂષ તેના વિશ્વાસથીજ વર્તત માલમ પડે છે. જો કવળ તે અવિશ્વાસનું જ પાત્ર હેત તો ઘરના વ્યવહારમાં પ્રધાનરૂપ, મિત્રરૂપ સ્ત્રીને કેમ ગણી શકાત? રીએ શા માટે વિશ્વાસનું પાત્ર નથી તે સમજાવવું જોઈએ. કદાચ કેઇ એમ કહેશે કે ઘણી ગુપ્ત રાખવા લાયક વાત સ્ત્રીના આગળ કહેવામાં આવે છે તે તે વાર્તા તે બહાર ખૂલ્લી કરી દે છે તેથી તેઓ વિશ્વાસને પાત્ર નથી તે શું પુરૂષ છાતી વાર્તા બીજાના આ ગલ કરી દેતા નથી માલમ પડતા. વલી વિચારે, અનેક દુષ્ટ આચારવાળી સ્ત્રીએજ નબળા અંત:કરણની હોત તો તેઓ પોતાના તેવા નીચે આચારને કેમ છુપાવી શકત ? જ્યારે દુરાચારી નાં અંતઃકરણ આટલું કરી શકે છે તે પછી શુદ્ધ આચારવાળી સતી સ્ત્રીઓનાં અંતઃ કરણ તે તેથી પણ દઢ લેખી શકાય. કેટલાક ક્ષક બુદ્ધિવાળા પુરૂષો એવા માલમ પડે છે કે સાક્ષાત પિનાને તેમજ અન્યને પણ અહિતકારી વાર્તા હોવા છતાં પણ અન્યને કહી દે છે. વલી કહેવામાં આવે છે કે સ્ત્રીએ અમૃત સમાન ભાસે છે પણ ખરેખર તે ઝેર સમાન છે તે જેમ પુરૂષને માટે સ્ત્રીએ ઝેરજ છે તે સ્ત્રીને માટે પુરૂષ એ શું ઝેર નથી ? જગતરૂપ વ્યવહાર જોતાં એમ જણાય છે કે અમો સ્ત્રી પુરૂષરૂપ ગરને સેવવાથી જ નવ અગર દસમાસ સુધી ગર્ભાધાનનું દુ:ખ સહન કરીએ છીએ તથા પ્રસવનાં ન સહન ડાય તેવાં દુ:ખને અનુભવીએ છીએ તેમજ તે પછી બાળકના રક્ષણુ માટે અનેક દુઃખ સહન કરીએ છીએ તે પછી આમ જોતાં તો સ્ત્રીઓને પુરૂષ એ ઝેર સમાન છેતે પછી એવું શા કારણને લઈને કહેવામાં આવે છે કે સ્ત્રી એ અમૃત સમાન ભાસે છે પણું ઝેર છે ? મારા વિચાર પ્રમાણે તે આ સર્વ એકજ દષ્ટિ વિચારથીજ ઉમેરાયલાં તેમજ લખેલા વાક્ય છે વસ્તુતઃ તે આ સર્વ ભાવઅન્ય અન્ય હોઈ શકે તેમ છે તે તે બંને માટે ગણાવા જોઈએ. વળી આ પ્રમાણ ઘણુ મનુષ્યો કહે છે પણ કઈક વિરલાજ ત્યજવાને તે તૈયાર થાય છે તો પછી આવા આવા વિચારોને પ્રગટ કરી, અને અમારા કૃતવ્ય કર્મની દી. થાથી વેગળે રાખી પરતંત્રતાની બેડીમાં સપડાવી અમારી મહત્તા નીચી પાડવામાં વાસ્તવી. ક હેતુ શો છે તે સમજાતું નથી. સંસાર વ્યવહારમાં તે પુરૂષ એ રાજા ગણાય છે તે જેમ રાજનું રાજ્ય પ્રધાન વિના ચાલતું નથી તેમજ આ ગૃહસંસારરૂપી રાજય પણ સ્ત્રીરૂ
SR No.522041
Book TitleBuddhiprabha 1912 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size551 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy