SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મને નિયમ. અને અવશ્ય તેમણે જણાવેલું પરિણામ આવશે. પરિણામ આવતાં વાર પણ લાગે, આવતા ભવમાં પણ આવે, પણ અમુક ક્રિયાનું અમુક ફળ આવવું જ જોઈએ, એ નિયમમાં તેથી જરા માત્ર પણ ફેર પડતો નથી માટે જે કર્મના નિયમને માને છે, તે અવિચળ નિયમને માને છે, અને તેથી તે નિયમપર દઢ શ્રદ્ધા રાખી બળવાન બને છે. કર્મના નિયમને માનનાર સહનશીલ હોવા જોઈએ. તે જાણે છે કે પાપુ ગુog નિમિત્ત માત્ર 1 મત અપરાધમાં અથવા ગુણમાં બીજાતે નિમિત્ત માત્ર છે. તમને લાભ કરવામાં કે નુકશાન કરવામાં બીજાઓને નિમિત્ત કારણ રૂપે ઘણી નો ભાગ ભજવે છે, પણ ખરું ઉપાદાને કારણે તે તમે પિત છે. માટે જે જે દુઃખદ પ્રસંગે માથે આવી પડે છે, તે તે સમભાવથી અને સહનશીલતાથી તે ભોગવે છે. તે જાણે છે કે જેણે ઘા માર્યા નથી, તેને ઘા કદાપિ સહન કરવા પડશે નહિ, અને મારેલા ઘા ના ફળમાંથી તે કરોડ યુક્તિઓ કરતાં પણ છૂટી શકે તેમ નથી. માટે આ નિયમ ને જાણનાર જો કે હાથ જોડી બેસી ન રહેતાં પ્રતિકુળ સંગેના સામે પિતાના સઘળા પુરૂષાર્થથી થાય છે, છતાં જમાં પ્રતિકૂળ સાગનું બળ અનિવાર્ય લાગે છે, ત્યાં તેમને પૂર્વભવ કૃત કર્મોના પરિણામ ગણી સમભાવથી તે સહે છે. આ નિયમમાં જાણનાર ઘણોજ ઉસાહી હોય છે. તે જાણે છે કે તેને માથે આવેલી પીઓ ઘણું જૂજ સમયમાં ચાલી જશે, પણ ભવિષ્ય–ઉજજવળ ભવિષ્યને તેના પોતાના હાથમાં છે, કારણ કે હાલમાં જે બીજા સારા-શુભ વિચારે શુભ કો અને શુભ વચને-તે વાવે છે, તેનું સારું ફળ ચોકસ આવશેજ આવશે. માટે તે કદાપિ હિંમત હારી જતો નથી, પણ સર્વદા ઉત્સાહ વાળો રહે છે. કાળ અનંત છે, તે પછી થોડાં વર્ષ દુઃખમાં જાય તે શું થઈ ગયું ? અને દુઃખ પણ અમૂક સદગુણો આપણને શિખવે છે. દુઃખ ભોગવવાને વાસ્તે આપણે લાયક છીએ, માટે તે આવે છે, તેમજ તેવા દુઃખની આપણી ઉન્નતિ સારૂ જરૂર છે, માટે તે આવે છે. આપણે પૂર્વ ભવમાં જે કર્મો કરેલાં તેના દુખ તરીકે દુઃખ આવે છે, માટે તે ભોગવવાને આપણે લાયક છીએ, વળી તે દુઃખ એવા રૂપમાં આવે છે કે જે આપણે તેને લાભ લઇએ તે જરૂર તે આપણને ઉપયોગી થયા વિના રહેશે નહિ. જે અગણે આવવાથી આપણામાં ધીરજ, સહન શીલતા, સહાનુભૂતિ વગેરે અનેક સશુગે ખીલે છે; વળી વિચાર કરનારને તે દુઃખનું કારણ પણું જણાય છે, અને આ રીતે ફરીથી તેવા કારણોને ઉત્પન્ન કરતે તે અટકે છે. મહાન પુરૂષોનાં જીવન ચરિત્ર વાંચે તે તમને જણાશે કે તે દરેકને માથે દુઃખ ૫ડેલાં છે. દુ:ખના પ્રસંગોમાં ધર્મ, ઉદારતા, મહત્વતાબાતાવીને જ તેઓ મહાપુરૂષના પદને લાયક બન્યા છે. મહાન પુરૂવા કર્મની ઉદ્દોર કરે છે, એટલે જે કર્મ સત્તામાં હતું તેને ઉદયમાં લાવી ટુંક વખતમાં ભોગવી લે છે, અને આ રીતે તેઓ પારમાર્થનાં કામ કરવાને વિશેષ લાયક બને છે. જ્યાં બીજા સામાન્ય મનુષ્યો હીતે હીતે પગ મૂકે છે, તેવા સ્થાન માં આ પુરૂ પૅટતાથી ચાલે છે, કારણ કે તેઓને જ્ઞાન છે, અને જ્ઞાન એજ પરમબલ છે. દરેક વસ્તુ પ્રાપ્ત કરવાને તેને અનુકૂળ સાધનોને આશ્રય લેવો જોઈએ. મનુષ્ય નીતિમાન હોય પણ વધારે ખાય તો તેથી તેની નીતિ તેના શરીરમાં અજાણું થતું અટકાવી શકતી નથી. અજીણું બંધ કર્વાને તેણે નિયમિત અને પચે તેટલાજ ખોરાક ખાવો જોઈએ.
SR No.522039
Book TitleBuddhiprabha 1912 06 SrNo 03
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size558 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy