________________
શ્રીહર સૈભાગ્ય મહાકાવ્ય.
રાજાની પાસે જાણે આવ્યા હેયની શું તેમ વૈતાઢય પર્વતથી થયેલા તે ભરત ક્ષેત્રના બે. વિભાગો શોભી રહ્યા હતા. ૨૧
દ કીડાને લીધે ચંચળ થયેલી ( ભરત ) વર્ષની પવનથી તરંગ યુક્ત થયેલી અને લક્ષ્મીના માથેથી જમીન ઉપર પડી ગયેલી જાણે વેત ઓઢણી હેયની શું એવી ગંગા નદી તે ( ભરતક્ષેત્ર ) માં શોભે છે. રર
બ્રહ્માએ લક્ષ્મીને વિષ્ણુની સાથે ક્રીડા કરવા માટે વિલાસ ગ્રહ જાણે બનાવ્યું હાયની શું તે ભરતક્ષેત્રના દક્ષિણાર્ધ ભાગમાં સ્વર્ગના અહંકારને પૂર્ણ રીતે હરવાવાળે ગુજરાત નામે દેશ છે. ૨૩
તમામ રાજાઓમાં દીશાઓના ચક્રને જીતનાર સાર્વભૌમ રાજાની પેઠે તે વિશેષ શોભાવાળા (તે ગુજરાત ) દેશ સકળ દેશે કરતાં વધારે સુંદરતા ધારણ કરતો હતો. ૨૪
વર્ણન ન કરી શકાય તેવી સુવામિ ( ૮ ) ને ભજનારી, દેવને લીધે રમ્ય, તથા કૃષ્ણ તથા ઇદ્ર સહીત એવી અમરાવતી ( નગરીઓ ) જેવી તે ( ગુજરાત દેશ ) માં ની. તિમાન રાજાને ભજનારી, પંડિત વડે મનોજ્ઞ તથા સુભટેવાળી નગરીઓ શેભે છે. ૨૫
પૂર્વે પર્વતના શત્રુ ( 6 ) કુબેરની પાસે વિનીતા ( નગરી ) વસાવી હતી તેમ તે દેશમાં ભરત ચક્રવર્તીએ શરુંજ્ય પર્વતની તળેટીમાં ( વાર્ષિક રત્ન પાસે ) આનંદપુર નામનું નગર વસાવેલું હતું. ૨૬
કરોડ મુનીશ્વરોની મુક્તિ રૂપિ સ્ત્રીની સાથેના વિવાહની સ્વયંવર ભૂમી હેયની શું તેવી તે ( ગુજરાત ) દેશમાં કલાસ પર્વતની ઉપમાને લાયક તે ઉંચા તારંગા પર્વત ઉપર કોટિ શિકા ( નામની ભૂમિ ) છે. ૨૭
જાણે કે મેક્ષરૂપી ચંદ્ર શાળાએ ચઢવાને સાત પગથીઆની નીસરણી હાયની શું તેમ ( કુમારપાળ રાજર્ષિએ તે (તારંગા ) પર્વત ઉપર સાત માળનું જિનમંદિર કરાવેલું હતું. ૨૮
જાણે ગંભીરતાથી પરાજીત પામેલા સમુદ્ર ભેટ આપેલો હોયની શું તેવા હાથીના લાંછન વાળા વિજયાના પૂત્ર ( અછતનાથ ) તીર્થકર ( ની પ્રતિમા ) ને તે (કુમારપાળ) રાજર્ષિએ તે (જનમંદિરમાં સ્થાપન કરેલી હતી. ૨૯
જેમ સુમંગળાના પૂત્ર ( ભરત ચક્રવર્તિ ) એ શત્રુંજય પર્વતનું તીર્થપણું જગતમાં પહેલું પ્રચાર કર્યું હતું તેમ કુમારપાળ રાજર્ષિએ માથે જેમ મુગટ હોય તેમ જીનમંદિર કરીને પૃથ્વીમાં આ ( તારણુગીરી )ના શીખરનું તીર્થત્વ પહેલ વહેલું પ્રખ્યાત કર્યું. ૩૦
*બ્રહ્માએ જગતના લોકોની ઈષ્ટ સિદ્ધિને માટે મેરુપર્વત ઊપરથી કલ્પવૃક્ષ લઈને જમીન માં વાવેલું હોયની શું તેમ તે ગુજરાત દેશમાં વળી જેમની સમીપ નીરંતર પાર્થ વક્ષ રહે છે, તે શંખેશ્વર પાર્શ્વનાથનું તીર્થ જાગતુ છે. ૩૨
પૂર્વે નમિ તથા વિનમિ નામના બે વિદ્યાધરોએ તે સંખેશ્વર પાર્શ્વનાથના બીંબની પૂજા કરેલી હતી. તે પછી જે સ્વર્ગમાં રહીને જ તે બીબની જાણે મોક્ષની ઈચછાને માટેજ હોયની શું તેમ પૂજા કરેલી હતી. ૩૨
કેટલોક કાળ પૂજાયા પછી જે તે બોંબને ગીરનાર પર્વતના શિખર ઉપર સ્થાપના
* વક્તિ .