SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસંગીક ઉદગાર, અને નિયમે, વ્યવસ્થા, શિક્ષણક્રમ ( જેને થોડા વર્ષ ઉપર જાણવા-પ્રસંગ મલ્યો હતો તે ઉપરથી ) ઉચ્ચ પ્રકારે યોજાયેલ છે, તથા જેને વગર ભિન્નતાએ આશ્રય અપાતો રહ્યો છે તેજ રીતે આ જૈન ગુરૂકુળ માટે પણ તે કાર્ય કર્તાઓના અનુભવમાં વધારે થયા હોવાથી ઉચ્ચ વ્યવસ્થા યોજાઈ હશે એમ માનીએ છીએ. આ ગુરૂકુળને લગતી હકીક્ત તેમજ મારીક ટુંક રીપોર્ટ આ માસીકને મળતો રહેશે તો તે પ્રગટ કરવાને વ્યાજબી વિચારી શું કેમકે ગુજરાત કાઠીઆવાડ માટે તેવું એક ગુરૂકુળ થપાયેલ જોવાની હમારી ભાવનાને પાર પડેલ જેવાને અમે ખંત ધરાવીએ છીએ. પુર્વ વિદ્યાર્થી આશ્રમો પુષ્કળ હતાં તેમજ કન્યા ગુરૂકુળો પણ હતાં એમ ઈતિહાસિક બીનાઓથી અનુમાન કરાય છે, હાલ તેમ ન થાય તેવી સ્થીતી નથી પણ, માત્ર પારમાર્થિક કામ કરનારા પુરૂષોની અછત છે એમ કહેવું પડે છે. ધનને વ્યય પુષ્કળ થાય છે અને ઉપયોગી જોડે બીન ઉપયોગી કામમાં ઘણું દ્રવ્ય જેને ખર્ચે છે એટલું જ નહી પણ અધુરી મદદે અને વ્યવસ્થા અને બંધારણની ખામીએ આપણે હાલ બેહાલ સ્થીતી જોગવીએ છીએ તેમ આપણાં ખાતાં પુરાવો આપે છે. પણ તે માટે કે દેવ દેવો! એકજ ગ્રહસ્થ હૃદય પુર્વક પિતાની શક્તિને ભેગ આપે છે તો કોઈપણ કાર્ય કિવંત થયાવીના રહેતું નથી. દીલ્લીમાં સ્થપાયેલી ગુરૂકુળ વિષે વધુ હકીકત મળતાં સુધી, વધુ વિચાર પ્રગટ કરવાને થોભવું યોગ્ય ધારીને શુભ ભાવના બળ વધારવા સૂચવીએ છીએ કેમકે, શુભ ભાવનામાં ભાવના બળને વધારો થાય છે ત્યારે કાર્ય કાર્ય રૂપે પરિણમે છે, અથવા તે કાર્યને જય થાય છે માટે દરેકે ગુણાનુરાગ દષ્ટિએ ઉચ્ચ ભાવના રાખવી જોઈએ. गुजरात अने काठीआवाडनो दुष्काळ-मनुष्योना रक्षण अर्थे एक हिन्दु बानुनी मुसाफरी. નીચલી બીના પ્રગટ કરતાં. સૌ-બહેન જમનાબહેન શઝની બહાદુરી ભરી હીંમત માટે અને પુરૂષોને શરમાવી નાખનાર પ્રયાસ માટે અનેક વીચારો ઉત્પન્ન થાય છે. સુખી ઘરના અને વાલકેશ્વર જેવા સ્થળે બંગલાઓમાં વાસ કરનાર, પુરૂષોમાંથી નહી પણ સ્ત્રીઓમાંથી આવી હીંમત કરી જાતે જઈ જોઈ બનતી રીતે દુખ દર્દ ટાળવા અને ખાશ કરી વિધવામાં નિરાધારા ને સેવાસદનના આશરામાં લેવાને, ગુજરાત કાઠીઆવાડના સખત તડકામાં મુસાફરી કરવા તઈઆર થનાર આ એકજ હેનને જેટલો ધન્યવાદ આપી એ તેટલો થાડે છે. આ માટે આપણી ખરી ફરજ તે એ છે કે તેઓને બનતી મદદ પોચાડવાને યથાશકિત હાથ લંબાવું જોઈએ. નામદારડી કલાકે-બહેન જમના બેનના ઉત્સાહમાં વધારો કરવા યોગ્ય, દીલજી પુર્વક નાણાની પણ મદદ આપી છે જેને ભલે તમે હજાર રૂપીઆ ઘેર બેઠે લેવા આવે તેને આધિ, પોતાના ગામમાં બતાવવા ગમે તે કરે, પણ એક બાઈ કરતાં પણ બંધુઓ શું ના હિમતવાન થશે
SR No.522037
Book TitleBuddhiprabha 1912 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size579 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy