________________
બુદ્ધિપ્રભા
शब्दनी दिव्य शक्ति. ( મણિલાલ મોહનલાલ વકીલ. પાદરા. )
Think before you speak, Look before you leap. यदा यदा मुञ्चति वाक्य बाणम् तदा तदा जाती कूल प्रमाणम्
વિચારીને વિર ઉચ્ચાર વાણિ.” તિરના ઘા રૂઝાવા રહેલ છે પણ શબ્દના બાણના ઘા કદી રૂઝાતા નથી કારણ તે ઘાનો મલમ અદ્યાપિ કોઈ પણ હકીમે બનાવ્યોજ નથી.
વાચક વૃંદ ! જનસમાજની દ્રષ્ટિ મર્યાદામાં તદન જડ જેવો જણાતે “ શબ્દ” કે દેવિ છે; અને તેની અસર કેવી ચમત્કારીક છે; તેનું કઈક વિવેચન હું તમને કહી જાઉં છું.
તિર્થંકર ભગવાને ઉચ્ચારેલા અને ગણધર ભગવાને ગુંથેલાં સુ જે દીર્ધકાળથી પ્રરૂપણ કરે છે, તેમજ ફોનોગ્રાફ નામનું યંત્ર શોધી કહાડી આખી આલમને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખનાર મહાન તત્વવેત્તા “એડીશન ” ની શોધખોળથી અધુના જણાવ્યું છે કે
શબ્દ ” એ પુદગલીક વસ્તુ છે અને જેવો તે બેલાય છે કે તુર્તજ તેનાં પરમાણુ ( Particles ) ચાદ રાજલોકમાં ફેલાઈ આપણી કવિયને અથડાય છે.
જેવા પરમાણુંઓના સ્કંધનો તે “ શાબ્દ’ બનેલો હોય છે. પછી તે ગમે તે શાંતિનાં કે ક્રોધના ને ગમે તેવા મુખમાંથી તે બેલા હોય છે તેવોજ તે લાભ કે નુકશાનકારક થઈ શકે છે, કારણકે આપણે જોઈએ છીએ કે કઈ મહા સમર્થ-પગી કે જે દુનીયાં દારીથી તદન વિરક્ત હોય છે અને આત્માનંદમાં મસ્ત હોય છે તે જે કંઈ પ્રસન્નતાથી કંઇ “ શબ્દ” લે છે તો તે “ વરદાન “ ગણાય છે અને અતિશય સંતાપીત-ક્રોધીત થઈ બોલે છે તે તે શ્રાપ ગણાય છે અને તે વરદાન એવું ચમત્કારીક હોય છે કે તે પળમાં રંકને રાય, મુફલીસને ચક્રવર્તિ બનાવી શકે છે. જ્યારે શ્રાપથી રાયના રક ને ગાદીપતિને ભીખારી બનાવી દે છે. જો કે વરદાન વા શ્રાપ યોગીઓના મુખથી બોલાયેલા શબ્દ સીવાય બીજુ કંઇજ હેતું નથી. .
ઈતર સામાન્ય મનુષ્ય પણ એવા જ શબ્દો બોલી શકે છે પણ તેની સફળતા સિંચીત પણ થઈ શકતી નથી. સાત્વિકત્તિવાળા, પૂર્ણ બ્રહ્મચર્ય ધારણ કરવાવાળા, મોહ, માન, માયા, લોભના ત્યાગી અને આત્માનંદમાં રમવાવાળા યોગનિ મહાત્માઓની વાણી, એ તેમનું પરમાત્માની પ્રેમમય ભક્તિમય હદય જ હોય છે, ને તે વાણું એજ “ વરદાન ” છે કે જે ત્રીભુવનને ડોલાવી શકે એવું પ્રબળ સામ ધારણ કરે છે. એ પ્રતાપ તેમના પેગપૂર્ણ હૃદયને જ છે કારણકે સાક્ષાત પરમાત્માના અધિષ્ઠાયકોને પણ ચોગીઓનાં ‘વરદાન ” ( સ ) સફળ કરવા હાજરા હજુર રહેવું પડે છે. એવાં પ્રતિભાશાળી વરદાન એ છેગીઓના “ શબ્દ ” સીવાય બીજું કંઈજ નથી.
સામાન્ય મનુષ્ય પણ યોગીઓના બેલેલા શબ્દો ઉચ્ચારી શકે છે પણ તેઓ આ