________________
૩૧
जीवदया प्रकरण. (લેખક–શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ,) જે માંસનું ભક્ષણ કરતું નથી તેજ
ખરેખર દયાળુ છે. બંધુઓ !
હું ગયા અંકમાં માંસભક્ષ વિશે મી. થોમસ કે જે લંડનમાં મેટા વહાણે બાંધવાની જગ્યાના ઉપરી છે તેમણે આપેલા ભાણુને સાર ટાંકી ગમે છું તે ઉપરથી જણાયું હશે કે માંસ એ ખોરાકને માટે મુદલ વાપરવા યોગ્ય નથી. તેનાથી પાચનક્રિયા પણ બરોબર થતી નથી. તેમ તે ખર્ચમાં પણ વધુ છે. આવી રીતના તેમાં અર્વાણુત ગેરફાયદા સમાયેલા છે. આ ઉપરાંત વળી માંસભક્ષણમાં બીજા અનેક દુએ ગભીતપણે સમાયેલ છે જેનું યત્કિંચિત આ સ્થળે હું વર્ણન કરું છું.
માંસભક્ષણ ઈન્દ્રીઓ અને વિકારેને જાગૃત કરે છે અને આખા શરીરને ઉશકેરી મુકે છે. આ મુજબ જાગ્રત થએલા વિકારોને સંતોષવાને તથા પોષવાને ઘણું ઉત્તેજક પદાર્થો ખાવાની જરૂરીઆત રહે છે જેથી દારૂ પીવાની ખાયશ પડે છે કારણકે જેમ અફીણ માણસને અફીણ વિના ચાલે જ નહીં તેમ માંસભક્ષણ કરનારને ઘણેખરે ભાગે દારૂ પિધા વિના ચેન પડતુજ નથી. નશીબવાન માણસને જેમ ભાગ્યદેવી વરેલી હોય છે તેમ માંસભક્ષીઓને દારૂદેવીએ સ્વહસ્તથી વરમાળા અર્પેલી જ હોય છે. હવે દારૂથી કેવાં નુકશાન છે તે હાલના જમાનામાં કંઈ બતાવવાની જરૂર નથી. તપતપતા સૂર્યના તેજ આગળ મશાલ ધરવી એ નિરૂપગી છે તેમજ દારૂ નિષેધક મંડળીઓએ, દેશશુભેછુ વકતા. એએ તે વિષે હાલના જમાનામાં ઘણું અજવાળું પાડ્યું છે અને દારૂથી થતા ઢગલાબંધ અસંખ્ય નુકશાને, દાખલા સાથે સમજવા મનુષ્યની દ્રષ્ટિસમીપ રજુ કર્યા છે એટલે એ વિષે ઇસારે કરવાની આ સ્થળે હું આવશ્યકતા ધારતું નથી. ટુંકાણમાં એટલું જ કે માંસભક્ષણથી દારૂ પીવાની લઢણ પડે છે અને તેથી તે વયે કરવાની જરૂર છે.
વળી વિકારી માણસો રંડીબાજીને ઉન્માદી પણ થઈ શકે છે. તેમજ કપટી અને દુર્જન માણસોના હાથમાં વખતે મદારીના હાથમાં વાંદરાની જેમ આધીન થઈ રહે છે. શાસ્ત્રમાં અતિશય વિકારી આદમીને આંધળા કહ્યા છે કારણકે કમળા