SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ યાઓની વ્યવસ્થા ઘડી હોય છે. તે તે ક્ષિાના ઉદેશેને તેઓ સમજતા હેવાથી ભિન્ન ભિન્ન આયાની આચરણું દેખીને પણ તેઓ કદાગ્રહ વ8 થઈ વાયુહ આરંભતા નથી પણ પશ્ચાત્ થનારા મનુષ્યો મૂળ ઉદેશના શાનના અભાવે પરસ્પર કદાગ્રહ કરીને ધર્મ સમાજમાં વિક્ષોભ ઉત્પન્ન કરે છે. અધ્યાત્મ જ્ઞાનને પ્રાપ્ત કરનારાઓ તે પ્રાચીન ક્રિયાઓના રહસ્યોને સારી રીતે જાણી શકે છે તેથી તેઓ રાગ દ્વેષની જે જે આચારોથી–ક્રિયાઓથી મન્દતા થાય તે તે પ્રમાણે પ્રવર્તે છે. અધ્યાત્મ જ્ઞાનિને ક્રિયા ન કરવી જોઈએ એમ કદી કહી શકાય જ નહિ, અધ્યાતમ જ્ઞાનિને પિતાના અધિકાર પ્રમાણે અમુક ક્રિયાઓની આવશ્યકતા છે. અધ્યાત્મ જ્ઞાનીઓને ગાડરીયા પ્રવાહની પિઠે ક્રિયાઓ કરનારા અને દોષને નહિ છોડનારા મનુષ્યની ક્રિયાઓ પિઠે કિયાએ કરવાની રૂચિ થતી નથી તેથી તેઓ અમુક ક્રિયાઓ કરતી વખતે એકાતે ગાડરીયા પ્રવાહની પેઠે ક્રિયાઓ કરનારાથી જુદા પડે છે તેથી ક્રિયાજડે અધ્યાત્મ જ્ઞાનને સમજ્યા વિના ક્રિયા નિષેધક એવા મનમાન્યાં ખરાબ વિશેષ આપે છે. અમુક અધિકાર પ્રાપ્ત થએલી શિયાએ સમજ્યા છતાં પણ કરવી નહિ એમ અધ્યાત્મ જ્ઞાન કદી શિખવતું નથી. ધર્મની બાહ્ય ક્રિયાઓ-ધર્મની ઉન્નતિની ક્રિયાઓ વા ઉપકારની દિન પાઓ વગેરે ક્રિયાઓનો નિષેધ કદી અધ્યાત્મ જ્ઞાનથી થતો નથી. અધ્યાત્મ જ્ઞાનથી તો ઉલટું તે તે ધાર્મિક ક્રિયાઓને સારી રીતે અધિકાર પ્રમાણે કરી શકાય છે. અધ્યાત્મ જ્ઞાનથી અલ્પ પણ ધર્મની ક્રિયા કરેલી ઘણા ફળને આપવા સમર્થ થાય છે. આધ્યાત્મિક જ્ઞાન બાહ્ય ક્રિયાઓ કરતી વખતે તેમાં ઉપયોગ રાખવાનું શિખવે છે. આધ્યાત્મિક જ્ઞાન ખરેખર આત્માનો શુદ્ધ પરિણામ કરવાનું કાર્ય કરે છે. ધર્મની બાહ્ય ક્રિયાઓમાં પણ આધ્યાત્મિક તન નવી શક્તિ આપે છે. પ્રત્યેક ધર્મ ક્રિયાઓદ્વારા આમામાં ભાવરસને રેડનાર–ખીલવનાર અધ્યાત્મ જ છે. અન્ન ખાતી વખતે દાંતનું કામ દાંત કરે છે અને અન્ન પચાવવાનું કાર્ય અત્તરની શક્તિ કરે છે તે પ્રમાણે આધ્યાત્મિક જ્ઞાન ખરેખર આત્માના ગુણોની શુદ્ધતાનું કાર્ય કરે છે અને બાઘક્રિયાઓ મનને અન્તરમાં રમવાને માટે નિમિત્ત કારણરૂપે પરિણમે છે. આત્માના પરિણામની શુદ્ધિ કરવી એજ અધ્યાત્મ જ્ઞાનનું કાર્ય છે અને આમાના ગુણોની શુદ્ધિ થવી: એજ અધ્યાત્મ ચરિત્ર છે. અધ્યાત્મ ચારિત્રમાં બાહ્ય ધાર્મિક ક્રિયાઓની નિમિત્ત કારણુતાને નિયમ કદાપિ ખડી શકાય જ નહિ, તેમજ અધ્યાત્મિક જ્ઞાન વિના તથા અન્તરના પરિણામની નહિ એ યા વગર વિયાએ
SR No.522034
Book TitleBuddhiprabha 1912 01 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size835 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy