SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ ૬ ૮ નથી આધાર ઘર વનને, નથી ધન કે નથી વિદ્યા; નથી સત્તા ગરીબોને, હૃદયમાં બહુ દયા આવે. નથી વિદ્યા નથી આશ્રય, સહે છે દુઃખને અગ્નિ, ખરેલાં અશુઓ દેખી, હૃદયમાં બહુ દયા આવે. જણાતું દુગ્ધ નહી સ્વને, મળે નહિ સ્વમમાં લાડુ, પડયાપર પાટુ પડતી, હૃદયમાં બહુ દયા આવે. હૃદયદ્રાવક વદે બેલે, ઘણી આજીજી કરતા ગરીબેને નિહાળ્યાથી, હદયમાં બહુ દયા આવે. બને બેલી ગરીબને, સુધારે શક્તિથી તે, દયાળુ સત્ય જગમાંહિ, અમારા ઘર્મને સેવક. અમારી શક્તિથી બનતું, કરીશું ને કરાવીશું; કિયાગે કરી સેવા, બુદ્ધચબ્ધિ મંગલો વરશું. અગાશી, માગશર વદી ૧૩ ૧૯૬૮ અને બેલી નહાળ્યાથી જ આછા થઈ આવે ૧૧ अध्यात्मज्ञाननी आवश्यकता. (લેખક, મુનિશ્રી બુદ્ધિસાગરજી.) અધ્યાત્મ જ્ઞાનથી દુનિયામાં શક્તિનું રાજ્ય પ્રવર્તે છે. અધ્યાત્મજ્ઞાનથી મનુષ્યો પિતાના આત્મા તરફ વળે છે અને બહાપાધિને સંગ ત્યજે છે. જગમાં અધ્યાત્મશાસ્ત્રોનો ફેલાવો કરવામાં આવે તે મનુષ્યના આચા રોમાં સુધારો થાય. અધ્યામશા આભામાં સુખ છે એમ પ્રતિપાદન કરે છે અને આત્માનું પ્રભુત્વ દર્શાવે છે. જે જે શા આત્માની શક્તિનો વિકાસ કરવાનું જણાવે છે તે તે શાસ્ત્રને આધ્યાત્મિક સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. આધ્યાત્મિક શાસ્ત્રોથી દુનિયામાં ભક્તિ-પ્રેમ-અને દયાનાં ઝરણાં વહે છે. આત્માનું અસ્તિત્વ સ્વીકાર્યા વિના ધર્મ માર્ગપ્રતિ દુનિયાનું આકર્ષણ થતું નથી. આમાના અસ્તિત્વને પ્રતિપાદન કરીને આત્માના સદ્દ ગુણેની દિશા દેખાડનારાં શાસ્ત્ર ખરેખર દુનિયામાં શાન્તિના મેધા અને કલ્પવૃક્ષની ઉપમાને ધારણ કરે છે. અનેક પ્રકારના સદગુણોને પ્રગટ કરવાની ભૂમિ અધ્યામશાસ્ત્ર છે. પ્રાચીન આત્મલક ગ્રન્થમાં લખ્યું છે કે
SR No.522034
Book TitleBuddhiprabha 1912 01 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size835 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy