________________
૩૦૫
ઝા ( Diarrhoea'); થવાની ધાસ્તી રહે છે માટે તે દુધ ઉપગમાં લેતા પહેલાં તેને સારી રીતે ઉકાળવું એ સલાહકારક છે.
મતલબ ઉપર મુજબ તે રોગ વિશે હકીકત તથા દવાદારૂ અને સારવાર બતાવેલાં છે તો તે પ્રમાણે જો અમલ થશે તો આ રોગથી ઢોરોને ઓછું કષ્ટ વેઠવું પડશે અને તેથી ખેતીવાડીના પાકને નુકસાન પણ ઓછું લાગવાને સંભવ છે.
વળી આમાં કેટલીક જગ્યાએ અંગ્રેજી દવા Disinfectant તરીકે - ખેલ છે. પરંતુ ગામડાઓમાં તેવી દવા તાત્કાળિક મળી ન શકે એ સ્વા. ભાવિક છે; જેથી કદાચ તેવી દવા ન મળી શકે તોપણ મોઢા તથા પગના ચાંદાંના જખમ માટે જે દવાઓ લખવામાં આવી છે તે તમામ દેશી અને જુજ કીંમતની છે માટે તેને જે ઉપયોગ કરવામાં આવશે તે તેથી પણ સારે ફાયદો થશે.
પગની ખરીમાં phenyle વાપરવા ઉપર જણાવેલ છે પરંતુ તે પણ ગામડામાં મળવું મુશ્કેલ છે માટે તેને બદલે લીંબડાનાં પાન કાચા તેલમાં કકડાવી તેના ચાબકા જો દેવામાં આવે તો તે પણ ચાલી શકશે. તબેલાઓમાં Solution of phenyle and Carbolic Lotion 1 in 2014 al લીંબડાનાં પાનને ગરમ પાણીમાં ખુબ ઉકાળી તે ધગધગતું પાણી તળેલા એમાં છંટાવવાથી પણ ફાયદો થશે.
ગુજરાતી પંચ છગનલાલ વિ. પરમાણંદદાસ નાણાવટી તા. ૨-૭-૧૯૧૧૩ માજી ડીસ્ટ્રીકટ વેટરીનરી ઓફિસર જુનાગઢ,
ગુજરાતી પંચ” ના તા. ૨ જુલાઈ ૧૯૧૧ ના અંકમાં આ નિબંધ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને તે ઉપરથી “ સાંજ વર્તમાને એ પણ તા. ૩૧ જુલાઈ ૧૯૧૧ ના પિતાના અંકમાં આ નીબંધ ઉપરથી ઉતારે કરેલ છે. જેથી તે પત્ર વાંચનાર ગૃહસ્થોને તેનું જ્ઞાન થયું હશે પરંતુ ગામડાંના ખેડુત લકે તથા અભણુ વર્ગ કે જેઓ વર્તમાનપત્રો વાંચી શકતા નથી તેને માટે આ નીબંધની ૨૫૦ ૦૦:પ્રતિ શ્રી મુંબઈના
જીવદયા જ્ઞાનપ્રસારક ફંડમાંથી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તે દરેક સt વાંચનાર ગૃહસ્થ વાંચીને ફેંકી નહિ દેતાં, બચારાં મુગાં પ્રાણી ઉપરની