________________
૨૯
દીધી હતી અને વ્યવહાર ધર્મ તીર્થની રથાપના કરી હતી. અધ્યાત્મજ્ઞાન નિષ્ટ એવા શ્રીમદ્ હરિભદ્ર અને શ્રીમદ શોવિજયજીએ અનેક પુસ્તક રચીને તથા ઉપદેશ દેઈને ધર્મસેવા બજાવી છે. અધ્યાત્મ જ્ઞાનને જાણ નાર એવા શ્રીકૃષ્ણ અને શ્રી શ્રેણિકે ધર્મસેવા ધર્મભક્તિ શાસન પ્રભાવના વગેરે બાહ્ય ધાર્મિક ક્રિયાઓને સેવી હતી અને વ્યવહાર યોગ્ય શૈર્ય પ્રેમ શ્રદ્ધા આદિ ગુણોથી અન્યને પણ ધર્મની છાપ બેસાડી હતી. સર્વ પ્રકારના જ્ઞાનમાં ઉચ્ચમાં ઉચ્ચ અધ્યાત્મ જ્ઞાન કહેવાય છે. આસ-નભરીને અધ્યાગ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
- નવ
“મારે છે મારે છે.” હૃદય પી થઈ તન્મય, નથી ન્યારા પડે જે પ્રાણ; અનુકૂળ ચિત્તથી રહેતા, અમારા છે અમારા છે. સમર્પણ પ્રેમથી સઘળું, હદય સાક્ષી બની શોભે, અમારૂં નહિ તમારૂં નહિ, અમારા છે અમારા છે. ૨ હદય સંકલ્પ ઉઠે તે, પ્રતિ ભાસે સકલ ઘટમાં, અશાતા શાતમાં સાથી, અમારા છે અમારા છે. કદી છાનું રહે નહિ કંઈ, ગમે તે ચિત્તમાં આવ્યું; અવિચલ પ્રેમના ધારક, અમારા છે અમારા છે. અલખ મસ્તાન આનન્દી, અમારા આશ જાણે અમારા ગના સાથી, અમારા છે અમારા છે. ૫ સદા ગંભીર સાગર વત, હદયને વાણીને નહિ ભેદ, કરો નિષ્કામથી સઘળું, અમારા છો અમારા છે, મળે છે ચિત્તથી ચિત્તજ, મળે છે મેળ આચારે; બહિર અન્તર તારું એક્યજ, અમારા છે. અમારા છે. ૭ અવિચલ પ્રેમ સાગરમાં, ભૂલાયું હારૂ ને હા, બુદ્ધબ્ધિ” સન્ત નાસો, અમારા છે અમારા છે. ૮