SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ અધામ ચાર આ કલમાં અમુક હદનું છે તેને જે અપાપ કરે છે તે ઉસુત્ર ભાષણ કરે છે. આ દાલમાં સાતમા ગુણસ્થાનક સુધી ગમન કરી શકાય છે. આત્મા અધ્યવસાયની શુદ્ધિ તેજ આરિક અધ્યાત્મચારિત્ર કહેવાય છે. જ્ઞાનનો અભયાસ કરીને રૂ.ધ્યાત્મ ચારિત્ર પ્રાપ્ત કવું જોઈએ. નવતત્વનો સાત નથી અભ્યાસ કરવાથી અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. નવ તત્વના જ્ઞાનને અધ્યાત્મજ્ઞાનજ કહેવામાં આવે છે. ઉપમિતિ ભવપ્રપચ ગ્રન્થમાં અધ્યાત્મજ્ઞાનની ખુમારીજ અવલોકવામાં આવે છે. ઉપમતિ ભવ પ્રપંચ બનાવનાર આ પંચમ કાળમાં થઈ ગયા છે. શ્રીમદ્ પશવજય ઉપાધ્યાય “ નિશ્ચયદષ્ટ ચિત્તધરીજી ચાલે જે વ્યવહાર ” આ વચનથી અધ્યાત્મજ્ઞાનરૂપ નિશ્ચયદદ ધારણ કરવાનું આ કાલના મનુષ્ય ને શિક્ષણ આપે છે તેથી આ કાળમાં ચોથા ગુણ સ્થાનકથી અધ્યામજ્ઞાન ની સાધના સાધી શકાય છે એમ નિશ્ચય થાય છે. જૈન શ્વેતાંબર વર્ગમાં અધ્યાત્મજ્ઞાનને વિશેષત: પ્રકાશમાં લાવનાર શ્રીમદ્ યશોવિજય ઉપાધ્યાય છે. પ્રાપ્ત નિવત્ કથામ મત ક્ષા આદિ ગ્રન્થોના પ્રણેતાને આખી શ્વેતાંબર જૈન કામ પૂબુદ્ધિથી જુએ છે. તેઓએ જેવી રીતે વ્યવહારક્રિયાની પુષ્ટિ કરી છે તે જ પ્રમાણે અધ્યાત્મ જ્ઞાનની પણ પુષ્ટિ કરી છે અને આ કાલમાં અધ્યામ જ્ઞાનની ગુણરથાનકની અપેક્ષા પ્રાપ્ત થઈ શકે છે એમ રવીકાર્યું છે એટલે હવે અધ્યાત્મ જ્ઞાનને નિશ્ચય મત કહો કેટલાક એકને વ્યવહારનયને જ માને છે તેમને પણ અધ્યાત્મજ્ઞાન સ્વીકાર્યા વિના છૂટકે થવાનો નથી. એક વ્યવહાર ન જ માનતાં મિથાવ લાગે છે તેમ એકાત નિશ્ચય નયને માનતાં મિયા લાગે છે. વ્યવહાર વાદીઓએ અધ્યાત્મજ્ઞાન વા નિશ્ચય નયની વ્યાખ્યા સાંભળતાં ભડકવું ન જોઈએ. વ્યવહાર અને નિશ્ચય નય માન્યાવિના સમ્યકત્વની પ્રાપ્તિ થવાની નથી. અધ્યાત્મ શાસ્ત્રી પોતાનું કાર્ય બજાવે છે.ક્રિયાની શૈલી જણાવનાર આચારોમાદિ શાસ્ત્રાની જેટલી આવશ્યકતા છે તેટલી જ આવશ્યકતાને સિદ્ધ કરનાર અધ્યાત્મ શાસ્ત્ર છે. જ્ઞાનવિના ક્રિયાની સિદ્ધિ થતી નથી. પ્રથમ જ્ઞાન અને પશ્ચાત ક્રિયા કરવી જોઈએ. આમ કહેવામાં બીર હરય છે. ક્રિયાઓનાં રહસ્ય સમયાવિની ક્રિયાઓમાં મનુષ્યોને રસ પડતું નથી અને તેમજ ક્રિયાઓને સભ્ય પણે આચરી પણ શકાતી નથી તેથી ક્રિયાએનું જ્ઞાન પ્રથમ કરવામાં આવે છે તે જ ધર્મની ક્રિયાઓમાં
SR No.522033
Book TitleBuddhiprabha 1911 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size850 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy