SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ આનન્દ મહાસાગર છે. આમામાંજ આનન્દ છે. આમાને મૂકી આનન્દની પ્રાપ્તિ માટે અન્યત્ર પરિભ્રમણ કરવાની જરૂર નથી. પૂર્વે જે જે મોટા મહાભાઓ થયા તેઓએ આત્મામાંજ આનન્દ સે હતો અને આત્મામાં રહેલું પરમાત્મતત્ત્વ પ્રગટ કર્યું હતું. બાહ્ય ક્ષણિક મનહર પદાર્થોના ઉપભોગ આદિથી જે ક્ષણિક આનન્દને વેવામાં આવે છે, તે સદાકાળ રહે તે નથી અને વસ્તુતઃ જતાં તે ક્ષણિક આનન્દના લેશ પણ જડ વસ્તુઓમાંથી પ્રગટ હોય એમ જણાતું નથી, ખાતાં પીતાં અને પદાર્થોને જોતાં જે કચિત્ આનન્દ થય છે, તે પણ બાહ્ય વસ્તુઓમાં નીકળીને મનમાં પ્રવેશે લે આનન્દ નથી. બાહ્ય વસ્તુઓમાં આનન્દ નથી પણ બાહ્ય વસ્તુઓની મદદથી શાતા વેદનીયજન્ય આનન્દને અનુભવ લેવાય છે. મનમાં થતા રાગ અને દ્વેષના વિકલ્પોને પરિહરી જે આત્મધ્યાન ધરવામાં આવે તો આમાના સહજ આનન્દની પ્રતીતિ થાય છે અને તેથી આત્માના નિત્ય સુખનો નિર્ધાર થાય છે અને આત્માના નિત્ય સુખને નિર્ધાર થવાથી બાહ્ય સુખ હેતુભૂત વસ્તુઓનો ત્યાગ કરી શકાય છે. જે મનુષ્ય આત્મ સુખનો. નિશ્ચય કરી શક્તા નથી તે બાહ્ય વસ્તુઓને સુખકર માને છે અને તેને ત્યાગ કરી શકતા નથી. આમ સુખની પ્રતીતિ થયા વિના કદાપિ ત્રિીઓદિ ત્યાગ કરવામાં આવે છે પણ મન પાછું બાહ્ય વસ્તુઓમાં દોડે છે અને બાહ્યના ત્યાગનો ત્યાગ કરાવે છે અને તેથી ત્યાગીનો વેવ પહેર્યો છતાં રાણીની ડે મત્તિથી વિલાસેના આધીન થવું પડે છે અને તેથી ત્યાગાવસ્થામાં અધિકાર પ્રમાણે આમિક સુખ પ્રાપ્ત કરી શકાતું નથી, માટે આમાના સત્ય સુખની પ્રાપ્તિ માટે જ્ઞાન બાનમાં રમણતા કરવી જોઈએ. આત્મ સુખનો અનુભવ થવાથી સ્વયમેવ બાહ્ય પદાર્થોની લાલચ અને તેની ચિન્તાઓ ટળે છે અને તેને ત્યાગ થવાથી ખરૂં ત્યાગીપણું પ્રગટે, છે માટે આમ સુખનો અનુવ કરવો જોઈએ. ત્યાગાવસ્થાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આમજ્ઞાન વડે આત્મસુખની પ્રાપ્તિ કરવી. સાંસારિક સંબંધથી દૂર રહેતા રાગ અને દૂધના વેગે શમે છે અને તેથી સત્યસુખને અનુભવ કરી શકાય છે. યોગીઓ વગડામાં અને ગુફામાં રહીને આત્મતત્વનું ધ્યાન ધરે છે અને તેથી તેઓ આમ સુખને અનુભવ કરવા અધિકારી બને છે. આમ તત્વના આરાધના શુભ સંક૯પથી અને તેઓના જ્ઞાનથી જગતનું કલ્યાણ થાય છે. આત્મ શકિતને પ્રગટાવ્યા વિના જગતનું કલ્યાણ કરવા કોઈ સમર્થ થતો નથી. યોગ વિદ્યાથી સંયમની શક્તિયો ખીલે છે અને તેથી
SR No.522032
Book TitleBuddhiprabha 1911 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size725 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy