________________
૨૫
વિલાયતના એક સ્ટેશને વાસમસતિ આગગાડી આવે છે. ઉતારૂઓ પોતાની બેઠક લે છે અને એક સ્ત્રીને મોડું થાય છે તે સ્ત્રી દાખલ થવાને પ્રયત્ન કરે છે. તે પ્રમાણે કરતાં સ્ટેશન વાળાઓ તેને અટકાવે છે. તરતજ તે પૂછે છે કે મને અટકાવનાર કે? જવાબ મળે છે કે બાઈ આપને જીવ જોખમમાં હતા તેથી આપને લગાર અડચણ થઈ હશે પણ રોકવા પડયાં છે તે તે માફ કરશો. આમ છતાં ઉપર કર્યા સંબંધી છાપાઓમાં ચર્ચા કરે છે અને તેથી આનેજ સર્વત્ર વૈષ થઈ રહે છે. કંપની તે કાંઈ રકીઓ આપી શકતી નથી. હવે આપના તરફ વળે તે જણાશે કે આપ
માંના કોઈ પુરૂષને આવું થશે તો તે વીચાર કરશે કે હવે “ધકે માર્યો તે ધૂળ ઉડી ગઈ” આવા વીચાર કરી બેસી રહેશે ત્યારે ત્યાંની પ્રજાની સ્ત્રી પોતાનું સ્વ સ્થાપન કરવા વાતે આટલું કરશે. આ ગુણથી આ આટલું કરી શકે છે. માટે જે ઉચ્ચ સ્થતિએ પહોંચવું હોય તે આવા ગુણો લાવવાની અગત્યતા છે.
વળી ચોથું દરેક મનુષ્ય સ્વાશ્રયી થવાની જરૂર છે. સ્વાશ્રય એટલે કે પિતાના બળમાં વિશ્વાસ. જે મનુષ્ય પોતાના બળ ઉપર જ ગમે છે તેવાઓને દેવતા પણ સહાય આપે છે. જેને પિતાના બળમાં વિશ્વાષ નથી તેવા મનુષ્ય રણમાં સામી છાતીએ લડતા નથી અને કદી પણ મહાન કાર્ય કરી શકતા નથી. આ ગુણથીજ આજે વીલાયતની પ્રજા ચઢતીના શીખરે ચઢેલી છે. અજાણતાં એક મનુષ્યને પગ ખાડામાં પડે છે અને તેથી મચકડાઈ જાય છે અને તે મનુષ્ય જમીન ઉપર પડી જાય છે. પછી બીજો મનુષ્ય તેને ઉઠાડવા પ્રયત્ન કરતા નથી પણ તેના સામું જોઈ ઉભા થઈ રહે છે. આપણને એમ થશે કે આતે કેવી કરતા? દુઃખી મનુષ્ય આગળ હામ ભીડી ઉભા રહેવું કે તેને મદદ કરવી? પણું નહી ત્યાંની વ્યક્તીના વિચારો જુદા પ્રકારના છે. તેઓ તે એમજ પ્રરૂપે છે કે દુ:ખીતના પણ
બે ભેદ હોય છે. સાધારણ પડી જવાથી કળ ચઢવી તે પણ - દુઃખ છે અને રણક્ષેત્રમાં દારૂ ગોળાથી વક્ષસ્થળ ચીરાઇ જવા
થી થતું દુઃખ તે પણ દુ:ખ છે. પ્રથમ દુ:ખમાં મનુષ્યની ક્ષણીક નીરાધાર રસ્થીતિ થાય છે અને બીજા પ્રકારના દુઃખમાં તે પરાધીન બની રહે છે. આવા વીચાર વાળો બીજો મનુષ્ય તેના સામે ઉભો રહે તેમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી. સહેજવાર પછી પિલે મનુષ્ય પાછા ઉડી બેઠે થાય છે. બીજાને તેને પંપાળવાની કે દવા દારૂ કરવાની જરૂર રહેતી નથી અને નકા