SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠની નજર તેના ઉપર પડી. તેજ સરીતચંદ્ર માલુમ પડે. શેઠ સીરતેદાર ને પૂછ્યું શા તહોમત ઉપર તેને લાવવામાં આવ્યો છે. તેણે જવાબ આપ્યો ચોરીના ગુનાહને આજે તેના ઉપર આરોપ છે. શેઠને વાત યાદ આવી, ચહેરે ફીકકે પડી ગયો. પશ્ચાતાપની લાગણીથી ગળગળીત થયા. બાલવાને શબ્દ સરખે મેઢામાંથી નીકળી શકશે નહીં. ઘણું મુશ્કેલીથી તેમણે તહેમતદારને પૂછયું “ તહેમતદાર ! બીજા માજીસ્ટ્રેટથી કામ ચલાવવા તારી ઇચ્છા છે ?” “ સાહેબ કેસ આપજ ચલાવો ” તહેમતદારે જવાબ આપે. ટ્રાયલ ચાલી. જીવણલાલ આખે વખત શાન્ત રહ્યા. તેમને ચહેરા ઉતરી ગયેલો હતો. પોલીસે સાબીત કર્યું કે તહોમતદારને પરથમ ચોરીના ગુનાહ માટે શિક્ષા થઈ હતી. કેસ પુરવાર થયું અને તહોમતદારને ચાર માસના સખત કેદખાનાની શીક્ષા થઈ. તેજ દીવસની રાત્રે આઠ વાગે શેઠ જેલના મુકામમાં આવ્યા સરીતચંદ્રને માહારે મળવું છે તેવું તેમણે જેલરને જણાવ્યું. નરરી માજીસ્ટ્રેટ અને પ્રતિષ્ઠિત એટલે સરીતચંદ્રની એારડી બતાવવા પોલીસને મોકલ્યો. એરડીમાં જીવણલાલ અને સરીતચંદ્ર બે હતા. સરીતચંદ્ર બેફીકરા ચહેરાથી બેઠે છે. શેઠ તેની સામે ઉભા રહી દુઃખી અંત:કરણથી ઉભા રહ્યા છે. “અલ્યા સરીતચંદ્ર ! તારી સ્થિતિ આમ કામ?” શેઠે પૂછ્યું. “સાહેબ આપ મારા દુશ્મન છે. આપ ખુની છે. એક મનુષ્યનું આપે ખુન કર્યું છે તે મનુષ્ય હુંજ. મારી જીંદગી પાયમાલ થઈ ગઈ છે. મનુષ્ય જાતીમાંથી હું નીકળી ગયો છું. અને અધમમાં અધમ પ્રાણી કરતાં ખરાબ અવસ્થા માં પડ્યો છું અને તેનું કારણ આપજ છે. તે દીવસે ફંડની પેટી આપની આગળ ધરી. આપે સે રૂપીઆનું નેટ નાખ્યું અને મને મશ્કરીમાં આપે પૈસા ખાઈ જવા કહ્યું. તેની અસર મારા ઉપર ઘણી થઈ. મારું ચીત્ત ભરમાઈ ગયું. દાનત બગડી અને પૈસા ખાઈ ગયો. પકડાયો નહીં અને પસાથી જ શેખ મળી એટલે મન લલચાયું. બીજીવાર એક દુકાનદારના ઘરમાંથી ચોરી કરી પકડાઈ ગયો. બે માસની કેદની શીક્ષા થઈ. કેદમાંથી છુટયો એટલે માબાપે તિરસ્કાર કર્યો. ઘર ત્યાગ કર્યું. કોઇએ નોકરીમાં રાખ્યો નહીં. મિાજ શેખ કરેલો એટલે મજુરી થઈ શકી નહીં. એટલે ચારીને બંધ કરવા માંડશે. ઘરમાંથી મને કાઢી મુક. સગાં વહાલાં ધીકારવા લાગ્યાં. ટુંકામાં દુનીયામાં એ રહ્યો. વખતો વખત ચોરીઓ
SR No.522032
Book TitleBuddhiprabha 1911 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size725 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy