SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ " Thus in the niud whilo memory prevails, The solid power of understanding fails." છે જ્યાં સુધી મનમાં સ્મરણ શકિતનું બળ વિશેષ હોય છે ત્યાં સુધી વિચાર શક્તિ બહુ બળવાન રહી શક્તી નથી.” કુદરતમાં પણ આપણે જોઈએ છીએ કે ઝાડપાલો આદિ પદાર્થો કહેવાઈ ખરી પડી અન્યને ઉગવા અને વધવાને અવકાશ આપે છે. જે તેમ નહોત તે નવીન ઝાડપાલા ને ઉગવા કે વધવાને અવકાશ જ ન રહેત ! મનની ક્રિયાનું પણ તેમજ છે. સ્મરણ યિા પિતાનું કાર્ય કરી રહે છે. તે પછી તેની પ્રતિ ક્રિયા રૂપે વિસ્મરણ પોતાનું કાર્ય કરે છે. અને મુક બાબત સ્મૃતિમાં સ્થીર થયા પછી તેની ઉપયોગીતા, મનની રૂચિ અને મહાવરાના પ્રમાણમાં તેમાં ક્રમશ: ફેરફાર થાય છે. જે વિશ્વ નિરસ અને નિરૂપાગી હોય તો તેમાં ચિત્ત વૃત્તિ એકાગ્ર થતી નથી. આથી તે કમશઃ સ્મૃતિમાંથી ખસવા માંડે છે અને સમય જતાં તેનું તદન વિમરણ થાય છે. વિસ્મરણ જેમ નવીન વિષયના સ્મરણમાં આશ્રયદાતા થઈ પડે છે તેમ અસદ્ વસ્તુનું વિસ્મરણ સસ્તુના સ્મરણમાં બહુ સાધનભૂત થાય છે. જે મનુષ્યોને અંતરદર્શનની ટેવ-અર્થાત હદયમાંના વિચારોનું નિરીક્ષણ કરવાની ટેવ હોય છે તેઓને ઘણું પ્રસંગોમાં એમ માલુમ પડ્યું હશે કે જંદગીમાં જોયેલા, સાંભળેલી અનુભવેલા અમુક દુષ્ક વા દુર્વિચારનું સ્મરણ પિતાની ઇચ્છા વિરૂદ્ધ પણ તેમને થયાં કરે છે. અમુક બીના વારે વારે સ્મૃતિમાં આવવાથી દઢ થાય છે. તેને મહાવરો પડવાથી હૃદય-પ્રદેશમાં તેની રેખા દેરાય છે અને જેમ અમુક બાબતનો વિશેષ પરિચય થાય છે તેમ તેને વિકૃત કરવી બહુ કઠિન અને દુસ્તર થાય છે, તે સ્વયં મિ બની રહે છે. ભૂતકાળને અનુભવ વર્તમાન કાળની રેષા દેરે છે. ભૂત કાલમાં અનુભવેલા દરેક પ્રસંગોને ચિતાર વર્તમાન કાળમાં ઈચ્છા વિરૂદ્ધ આ રીતે ખડો થતે ઘણુએ જે હશે. તેમને રોકવાના પ્રયત્ન પણ ઘણે પ્રસંગે નિષ્ફળ થયા હોય છે. જેમ જેમ મનુષ્ય ઈછા શક્તિની પ્રેરણાને સન્માર્ગે વાળવામાં વિજયી થાય છે તેમ તેનામાં સંયમનું બળ વધે છે અને જેમ જેમ સંયમનું બળ વધે છે તેમ તેમ તે પિતાના ભૂતકાળના વિચારોને વિસ્મરણ કરી શકે છે. આ પ્રમાણે વિસ્મરણ એ ચિત્તિના નિગ્રહમાં સાધન ભૂત થાય છે. મન ચંચળ છે પણ અભ્યાસ વડે ભૂતકા
SR No.522032
Book TitleBuddhiprabha 1911 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size725 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy