________________
૧.૬
બાધ ન થાય તેને ઉત્તર કહે છે. ઉત્તમ પુરૂપના દ્રષ્ટાંત કરીને બીજા લોક અતિશે શ્રેષ્ટ વર્તે તેને ઉત્તમ કહીએ તેવા ઉત્તમ પુરૂષ પ્રકૃતિએ કરી નેજ પરોપકાર કરવા વાળા તથા પ્રિય ભાષણ બોલવાવાળા હોય છે. તે આદિક જે ગુણ રૂપ મણ તેને રહેવાને સમુદ્ર સરખા એવા જે મનુષ્ય તેમનું જે ઉદાહરણ તેને કરીને એટલે ઉત્તમ પુરૂષના દ્રષ્ટાંતને અનુસરતા પુરૂષ જે તે નિચે ઉદાર આત્માપણે કરીને સ્વમમાં પણ વિકારવાળી પ્રકૃતિવાળા થતા નથી તેમ વર્તવું અને દેવાદિકની નિત્ય સેવા કરવી. વિશેષે કરીને તે ભજન પહેલાં પુજા કરવી. આ પ્રમાણે ઉચિતપણાનું ઉલંઘન ન કરવું. કહેવાની મતલબ એ છે કે ઉચિતપણું બરાબર રીતે સાચવવાથી આવેલા ગુણો નાશ થતા નથી. દાખલા તરીકે જેમ પુરમાં ભરી રાખવામાં આવે છે ત્યારે તે કપુર ઉડી જતું નથી. પિતાની પ્રકૃતિને અનુકુળ સમય થયે તે જોજન કરવું.
પિતાની પ્રકૃતિને અનુકુળ ભૂજન કરવાથી તથા જે વખત ભુખ લાગે તે અવસરે ભજન કરવાથી તે સારી રીતે પચી શકે છે અને શરીરને પુષ્ટ કરે છે. કહ્યું છે ક–જન્મારાથી આરંભીને સામ્યપણે ભજન કરેલું વિધ પણુ પથ્થ થાય છે પરંતુ પ્રતિકુળ એનું પય સેવે તે પણ પ્રકૃતિને માફક આવતું નથી માટે પ્રકૃતિને અનુકુળ ભાજન કરવું. વળી કેટલાક એમ માને છે કે બળવાન પુરૂષને અપીય ભજન પણ પથ્થરૂપ પ્રણમે છે આ માનવું ભુલ ભરેલું છે કારણ કે ભલા પ્રકારે શીખેલે એ વિષ મંત્રને પંડિત પણ કેાઈ વખત વિષથીજ મરણ પામે છે. વળી જે ભુપે નથી તેણે ભોજન કરવું નહીં કારણ કે ભુખ લાવ્યા વિના કરેલું ભેજન અમૃત હોય તોપણ વિષ સમાન થાય છે વળી ભુખને સમય ઉલંધન થવાથી અન્ન ઉપર રૂચિ થતી નથી તેમજ દેહ દુર્બળ થાય છે કારણ કે અગ્નિ હાલવાયા પછી લાકડાં શું કરી શકે તેમજ જઠરાગ્નિ મંદ પડયા પછી કરેલું ભેજન નિર્થક છે એટણે અવગુણ કરનાર છે મતલબ એ છે કે જે વખત ભુખ લાગે તે વખત ભોજન કરવું, વળી લોલુપ પણાનો ત્યાગ કરવો. કદાપિ પ્રકૃતિને અનુકુળ અને વખતસર ભોજન કરવામાં આવે તે જીહાસ્વાદને લીધે શક્ત ઉપરાંત ભોજન કરવું નહી. કહ્યુ છે કે ---જે પુરુષ પરિમિત જમે છે તે બહુ જમે છે એમ જાણવું કારણ કે અધીક જમવું તે નિચ્ચે ઉલટી, ઝાડ અને મરણ એ ત્રણમાંથી એક કર્યા સિવાય વિરામ પામતું નથી એટલે પચતું નથી. એવું ન ખાવું