SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પણ અરે મૂર્ખ ! તું તે વિચાર પાછે કેમ તજી દે છે અને ફરીથી માયારૂપી જાળમાં જોડાય છે. ચેત, નહિત મહા દારૂણ દુ:ખમાં અને અનંત યોની માં રખડ્યાં કરીશ તેમજ તારે નરકાદિનાં દુ:ખે પણ સહેવાં પડશે તેમાં તું વિચાર કેમ કરતા નથી અને માથામાં લુબ્ધ થઈ છું કારણ કે નરકને ને એક સમય પણ શાતા હોતી નથી વળી તેઓ મહા દાણ અગ્નિના પ્રહાર સહ્યાં કરે છે. વળી તે છોને લવણસમુદ્રના પાણી જેટલી તો તૃપા હોય છે વળી તે જેને આ જંબુદ્દીપનું ધાન્ય ખાઈ જવા જેટલી તે ભૂખ હોય છે. તેમજ તરવાર લઈને શરીર ઉઝરડે તેટલી તે ખરજ હોય છે તે તું વિચાર કે તારે આવું દારૂણ દુઃખ ક્યાં સુધી સહ્યાં કરવું છે તેથી જે દુઃખથી બહી હોય તે સમતિની શેધ કર અને આ અનિત્ય સુખ ઉપરથી ભાવ ઉતારી નાખ. ધન, સ્ત્રી, પુત્ર તને સુખ દઈ શકનાર નથી અને પલકવારમાં તે તને યમના દૂતે આવી ઉપાડી ચાલતા થશે. તે વખતે ધર્મ શીવાય અન્ય કંઈ પણ તારી પાસે રહેવાનું નથી ત્યારે ગત ને ધર્મનું આરાધન કર. ફરીથી આ મનુષ્યભવ મળ દુર્લભ છે, પણ વલોવી તેમજ રેતી દળીને કંઈ માખણ કે તેલ નીકળી શકતું નથી તેમજ આ સંસારમાં લુબ્ધ થઈ રહેવાથી કંઈ અનંત સુખ પામી શકાય નહિ પણ તેમ કરવાથી તે દુઃખજ આવી પડે છે. વિચાર તે કરેકે તારી નજરે મોટા રાજા રાણા તેમજ શેઠ શાહુકારે પોતાનું ધન દોલત મોટા મોટા મહાલયો વગેરે અહિંનું અહિં મૂકી ચાલી ગયા ને કંઈ સાથે લઈ ગયા નહિ તેમજ તારી સાથે પણ કંઈ આવનાર નથી. હે ચેતન ! ધિક્કાર છે તને કે આ બધું અનીત્ય છે એમ તું જાણતા છતાં પણ સંસારની માયા વિસરતા નથી તેમ જરા કાયદાથી તું સંસારમાં પડી રહે છે, કદાપિ તું ને રાજને ધણું હેત કે કોટી ધનપતિ હોત તો તુ વૈરાગ્ય પામવાને પ્રયત્ન શાને કરત! કારણ કે જ્યારે આ માટીનું ઘર અને હાડ માંસથી ભરેલ શરીર તેમાં તને આટલા બધા મેહ લાગે છે આ શું તારી મૂખાઈ નથી ? તું તે લાભ મૂકી દઈ ધર્મનું આરાધન કર. હે ચેતન ! આ જન્મથી તે આજ દિન સુધી તે શાં શાં સુકૃત્ય કર્યા તેનો વિચાર કર. ફક્ત આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં કાળને વ્યતિત કર્યો છે. ગટ વખત ગેરઉપગ કર્યો અને કાળ તે તારી પાછળ નિલે
SR No.522030
Book TitleBuddhiprabha 1911 09 SrNo 06
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages42
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size920 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy