________________
૧૩૧ ચિત્ત ધરી નહિ અરે કરૂણું બની, પ્રેમે ધરી નહિ અરે મનમાં જ મૈત્રી મધ્યસ્થ ભાવ મનમાં શુભના વિચાર્યો, પામી નૃજન્મ ભવમાં કર શી કમાણી. કીધી ધમાધમ બહુ કરી ખૂબ ચર્ચ, વાવ્યાં અને મહીં વિષે બહુ કલેશ બીજે; ભૂલ્યા ભણું તજી અરે શુભ ખાત્મવૃત્તિ, પામી નૃજન્મ ભવમાં કરી શી કમાણું. કાન્તા વિષે મન દિધું ધરી મોહ માયા, શુધ્ધ પગ મનમાં ઘડીએ ન ધાર્યો; શિક્ષા ધરી મન વિષે નહિ સત્ય શોધ્યું, પામી નૃજન્મ ભવમાં કરી શી કમાણ. સ્વાર્થો તછ નહિ કર્યો પરમાર્થ કાર્યા, ધાર્યો ને પ્રેમ જગમાં સહુ જીવ સાથે ભૂલો પડયે હૈંખ લો નહિ એક આરે, પામી નૃજન્મ ભવમાં કરી શી કમાણી, કોપી થઈ ઝટ કર્યા બહુ કર્મ કાળાં, ઘાત કરી મન વિશે પરજીવની રે; સાથું ન સાધુ થઈ સંવર કાર્ય સારું, પામી નૃજન્મ ભાવમાં કરી શી કમાણ. ભૂ હવે ફરી ગણું થઈ શુદ્ધ વૃત્તિ, નક્કી ધરૂં મન વિષે પરમાત્મ ભક્તિ; જા હવે મન ધરૂં પરમાત્મ વાણી, બુદ્ધચબ્ધિ ધર્મ ધરિને કરી શું કમાણ.
સંવત ૧૯૬૭ આશા વદિ ૧
મુંબઈ લાલબાગ,