________________
1
એક કાર્ડ માં ઉકલે નહિ એવી ત્રિીસ કે ચાલીસ લીટી લખવી, ઘરેણું રાત્રે સુતી વખતે ઘસાઈ ન જાય માટે કાઢી નાંખી પથારી તળે રાખી સુઈ જવું, બે ત્રણ પૈસાની હુંડીઓમણુની ખાતર બીજા અમુલ્ય વખતને ભેગ આપવો અને આવીજ રીતે બીજી વસ્તુઓમાં વર્તન કરવું તેને કોઈ કાઈ તે વિવેક ગણે છે.
કઈ કઈ તે આજ આટલું જ ખાવું આટલું જ પાણી પીવું અને એવી બવા બાબતનો નિર્ણય કરે તેને વિવેક તરીકે ઓળખાવવાનાં બણગાં છે.
પણ આ સર્વ તે સ્થલ વિષયો છે તેનું રક્ષણું કરવામાં બીજ અમુ. લ્ય વખતને ભાગ આપવો તેના કરતાં બીજા મહામૂલ્યવાન વિચારોનું રક્ષણ કરવું એવાજ વતનવાળા વિવેકને શાસ્ત્ર દશમે નીધિ કહે છે.
જે મનુષ્ય સમયનો દુરુપયોગ કરે નથી, મનને ગમે તેવા વિચારોમાં જોડી તેના બળનો નાશ કરતો નથી, કોઈ દેવી સામર્થ્ય પ્રાપ્ત થાય છે તેને બીજ કઈને હાની પુગે તેવા માર્ગમાં પ્રેરતો નથી, શરીર બળને પણ મળ્યા આહાર વિહારથી ક્ષય કરતું નથી, કોઈને ડીક લાગે તેવી સત્ય, પ્રીય, હિતકર વાણી બોલવામાંજ વાણુને ઉપયોગ કરે છે ને બીજી કોઈ રીતે વાણીને દુરુપયોગ કરતો નથી, અને આવીજ બાબતમાં જે મનુષ્ય સાવધાન રહે છે તેરોજ ખરો વિવેક કર્યો એમ કહી શકાય.
ધનના, વસ્ત્રને અથવા કોઈ પણ પદાર્થને સંચય કરવાનો વિવેક અનક મનુષ્યો સાવધ હાઈ કરે છે પણ શું ! તેથી તેઓ નવનીધિ જેટલી સંપત્તિ ભેગી કરી શકે ! નહિજ અને સાસ્ત્ર તો વિવેકને નલનિધિ જેટલી સંપત્તિ અપનાર દશમનીધિ કહે છે નહિ તે વળી વિવેકને દશમનધિ જેટલી મહાન પદવી આપવાનું બીજું શું કારણ! કઈ નહિ. પરંતુ ધનાદિના સંચયમાં થતિ કૃપણતાને જે જે વિવેકનું ખોટું સ્વરૂપ અર્પવામાં આવ્યું છે તેને કઈ શાસ્ત્ર વિવેક તરીકે ઓળખવાનું નથી. પણ તે જવાથી હાની થાય છે તેમજ તેનો ક્ષય થવાથી ફરીથી જે વસ્તુ મળતી નથી તેવી બાબતનું રક્ષણ કરવું તેનેજ શાસ્ત્ર વિવેક ગણે છે અને તેથી જ તેને નવનીધિની સાથે દશમ નીધિ તરીકે ગણે છે.
પણતાથી કે રક્ષણથી કાઈ મનુષ્ય કરેાધીપતી થયેલ હોય પરંતુ દુવ્યસન વિગેરેથી શરીરને નાશ કરે તે શું રૂપોઆનો વિવેક તેમાં રક્ષણ કરવા આવશે નહિ. વિવેક કે જે દશમનીધિ છે તે તે એવો ઉજવળ અને બળવાન હૈ જોઈએ કે જે સર્વમાં લાભ ઉપજાવી શકે.