________________
૧૨૩
આ સૂચના અમલમાં મૂકવાથી પંદર દિવસમાં તે સ્ત્રીની તબીયત સુધરી ગઇ, અને હૃદયના ધબકારા ૧૩૫ હતા, તે બદલાઈને ઉપ થયા, અને ધીમે ધીમે તે સાજી થઈ ગઈ.
બીજે દૃષ્ટાન્ત, એક મનુષ્ય બહુજ ઉદાસ થઈ ગયો હતો, તેને ઉંધ આવતી નહતી, તે નિરંતર ગમગીનીમાં રહેતો હતો. કેટલાકે તેને એવી સલાહ આપી કે તારે આપઘાત કરવો. એવામાં ડોક્ટર ડીન તેને મળ્યો. આ ડોકટર કેવળ મનથી-વિચારશક્તિથીજ બધા રોગોને મટાડે છે, તેણે તે દરદીને આ પ્રમાણે કહ્યું –
તારે તારી ચિંતાઓ, ઉદાસી અથવા ગમગીની સંબંધી વિચાર કરે નહિ પણ તારી આસપાસ અને તારામાં જે અનંત બળ રહેલું છે, તેના ઉપર વિશ્વાસ રાખીને જાણે કેઈ (મનુષ્ય સાથે વાત કરતા હોય તેમ કહે કે “મને કોઈ હેરાન કરવા સમર્થ નથી. હું જરૂર ઉંઘીશ, મારી ઉંધમાં વિન નાખવાને કાઈ સમર્થ નથી.
મારી અંદર અનંત બળ છે, હું કાઈની દરકાર રાખતા નથી ! ” આ સૂચના પ્રમાણે તે દરદી ચાલ્યો અને થોડા દિવસમાં તેનું દુખ દૂર થઈ ગયું.
આવા ઘણા દાખલા આપી શકાય. ઘણાખરા રોગો માનસિક વિકારોને આભારી છે. ચિંતાથી સંગ્રહણી થયાના ધણુ દાખલા મોજુદ છે. ક્રોધી સ્વભાવવાળાનું શરીર લેહી લેતું નથી એ પ્રસિદ્ધ છે. શેકને લીધે માંદા પડથાના ધણુ દાખલા લેકેની જાણમાં છે. બીકને લીધે ઘણું મનુષ્ય ગાંડા થઈ જાય છે, અથવા માંદા પડે છે તે અજાણ્યું નથી. માટે આવા રોગોનું મૂળ મનમાં છે. મનને સુધારે, મનમાંથી હલકા વિકારે દૂર કરે એટલે તરતજ તબીયત સુધરી જશે. આ સાથે કેટલીક શરીરસંબંધી પણ ગ્ય સૂચનાઓ પણ ધ્યાનમાં લેવા જેવી છે. એક પ્રખ્યાત ડોકટરે કહ્યું છે કે " Eat little, drink much and take physical exercise and your doctor will starve."
“ ઘેડું ખાઓ, પાનું વધારે પીઓ અને કસરત કરે અને તમારા ડાકટરો ભુખે મરશે.” અર્થાત આ ત્રણ નિયમ પ્રમાણે ચાલનાર મનુષ્ય નિરોગી બને છે અને તેને ડોક્ટરને ત્યાં જવું પડતું નથી.
જે મનુષ્ય આ ત્રણ શારીરિક નિયમો પાળે છે અને તે સાથે મનને શદ્ધ અને પવિત્ર રાખે છે, અને આત્માની અને શક્તિમાં વિશ્વાસ રાખી