SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ નો વિરોધ થયો ત્યારે જગત બનશે પણ નહિં અને તેને નાશ પણ થશે નહિં. ત્યારે અમારા મત સિદ્ધ કરશે. અમારા મત પ્રમાણે સમજવાનું કે આ જગત કોઈએ બનાવ્યું નથી. આ જગતનો કદીપણ પ્રલય થવાને નથી અને આ જગત અનાદિ અનંત છે તે સિદ્ધ ઠર્યું. આ પ્રમાણે વિ. ચારતાં જગતને કર્તા ઇશ્વર સિદ્ધ કરે નથી. વળી હે કર્તાવાદી ! તે જે કહ્યું કે ઈશ્વર દ્વારા છે, આ વાત પણ તમારી માનવી બેટી ઠરે છે. જયારે જગતકર્તા ઈશ્વરે જગત બનાવ્યું, જેવાને બનાવ્યા. તે તેમની વારેવાર ચિંતામાં રહેવાને અને તેને દુનિયામાં આવવું પડે એવા લોકોની ભક્તિથી અહીં આવવું પડે, વળી કમ પ્રમાણે ફળ આપવું જોઈએ એ વિગેરેની ખટપટમાં ગુંથાયાથી શું કરવા ઈશ્વર કહેવાશે ? કદિ પણ કહેવાશે નહિ. માટે જો ઈશ્વરને જગતકર્તા તરીકે માનશે તે કદાપિ દ્વારા થશે નહિ. વળી હે મતવાદી! ઈશ્વર નિ છે અમ જે કહીશ ઇશ્વર થકી બનેલું ઉપાદાન કારણથી જે જગત્ તે પણ નિત્ય રહેવું જોઈએ અને જીવો કદાપિ કાળે મરવા નહીં જોઈએ પણ છ મૃત્યુ પામે છે માટે ઈશ્વરને નિત્યાપર દુપણ લાગુ પડશે. દષ્ટાંત જેમકે-જે લાલ તંતુ હોય તો તેનું બનેલું વસ્ત્ર પણ લાલ થવું જોઈએ. જો કાળા તંતુ હોય તો તેને બનેલે પટ પણ કાળો થાય છે. તેવી રીતે ઇશ્વરે જે નિત્ય હૈયતે જગત પણ નિત્ય હોવું જેઈએ આ દૂઘણું આવે છે અને જે ઇશ્વરને અનિત્ય માનશો તે અન્ય ઈશ્વર કાર્યરૂપે થયો તો તેને બનાવનાર પણ બીજે ઇશ્વર ગામ મનવા દૂધનો વજી પ્રહાર તમારા મસ્તક ઉપર પડે છે, એમ એ પક્ષ બેટા કરે છે. બ્રીતિ, મુસલમાન, વિગેરે બીજા લોકો પણ જગતનાં સિદ્ધકરવાને જેટલી યુક્તિ કરે છે તેટલી આકાશના પલની પિંડ બેટી ઠરે છે, માટે જીવને બનાવનાર કેદ નથી એમ માનવું તે સત્ય છે. જેમ ખાણમાં જ કનક અનાદિ કાળથી સંબંધ યુક્ત છે તેમ આમા અને કમને અનાદિકા ને સંબંધ છે, આમ અને કમને સંયોગ સંબંધ છે. સંગ સંબંધ અનિત્ય છે માટે કોઈ કાળે તે બે વસ્તુઓ એક એકથી જુદી થઈ શકે છે. આત્મા કર્મથી જુદે થતાં પરમાત્મપદ ( મહા પદ ) પામે છે અને પછી તેને જન્મ મરણ કરવાં પડતાં નથી અને પાછું અહીં આવવું પડતું નથી. જો કર્મ નહિં માનીએ તે કોઈ રાજ, કે રંક, કોઈ સુખી, કોઈ દુઃખી દેખાય છે તેનું શું કારણ ? તે કર્મવિના બીજું કહેવાતું નથી. જે કર્મ નહિ માનેતા સર્વજીવ એક સરખા હોવા જોઈએ. સુખી હોયત સર્વ સુખી જ હવા
SR No.522027
Book TitleBuddhiprabha 1911 06 SrNo 03
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size851 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy