________________
re
પાસે રહેવાથી કાઇ વખત અસતકથા કરવાને દોષ લાગે છે. ધર્મની કથા આના સત્ કથામાં અન્તર્ભાવ થાય છે. ગુરૂની નિન્દાની વાત, દેવની નિન્દાની વાત, ધર્મની નિન્દાની વાત, કાઇના ઉપર કલંક ચઢે તેવી વાત, કાષ્ટની પાયમાલી થઇ જાય; તેવી વાત ઇત્યાદિ વાર્તા ને અસત્ કથા કહેવામાં આવે છે; શાસ્ત્રાધારે કોઇપણ તત્ત્વના મધમાટે કથા કરવામાં આવે છે તેને સધા કહે છે. દેવ, ગુરુ, ધર્મ સંબંધી જે જે કથાએ કરવામાં આવે છે તેને સત્કયાએ કહે છે. માર્ગાનુસારિના ગુણા વગેરેની પ્રાપ્તિ જેનાથી થાય એવી કથામાને પણ્ સફયાએ કહેવામાં આવે છે. એવી સત્કથા કહે નારા સદ્ન ન પામવા ચાગ્ય થાય છે. સત્યા કરનાર પાતાના ઉચ્ચવર્તનના યોગે સુપક્ષયુક્ત બને છે માટે હવે સુપક્ષગુણને વર્ણવે છે;
૧૪ મુપાયુ પળાવાળને ફે છે.
| થા ||
अणुकूल धम्मसीलो - सु समायारोय परियणो जस्स || एस सुपरुखो धम्मं निरंतरायं तरइ काऊं ॥ १४ ॥
જેને પરિવાર અનુકૂળ, ધર્મશીલ અને સદાચારયુક્ત હોય તે સુપક્ષ કહેવાય છે. તેવા પુરૂષ નિવિદ્મણે ધર્મ સાધી શકે છે.
અનુકૂળ પરિવાર, ધર્મનાં કાર્ય કરતાં ઉત્સાહ વધારનાર અને મદદકાર રહે છે. ધર્મ કરતાં છતાં અનુકૂળ પરિવાર, કદી વિશ્ર્વ નાખતા નથી, જેના પક્ષમાં ઘણા મનુષ્યે! હાય છે તે ધર્મનાં અનેક કાર્યો કરી શકે છે અને તેઓને કોઇ વિશ્ર્વ નાખી શકતું નથી. સુપક્ષવાળે ધર્મનાં મહાન કાર્ય કરી શકે છે, સુપક્ષવાળા અનેક ધર્મની સંસ્થાઓને ઉભી કરી શકે છે; અને લાખે। મનુષ્યને ધર્મના માર્ગે ચઢાવી શકે છે, સુપક્ષવાળા જે જે કા ઉપાડે છે તે પાર પાડી શકે છે. સુપક્ષવાળાની સામે પડતાં દુને પણ ખીહે છે, અને તેએ! પણ તેના ઉલટા સદગુણો ગાવા મડી ાય છે. અનેક પ્રતિપક્ષી છતાં સુપક્ષવાળા પાતાના ઉન્નતિના માર્ગે સુખે ગમન કરે છે. માટે સુપક્ષગુણની પણ આવશ્યકતા છે, સુપક્ષવાળા દીપ તિગુણને પ્રાપ્ત કરે છે માટે હવે દીર્ધશિત્વ ગુણને કહે છે.