SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ જ્ઞાનને વધર્મ માનનારા આત્મવિદ્યા કહે છે-અધ્યાત્મજ્ઞાનથી આમા અને જડ વસ્તુની ભિન્નતા પરખાય છે અને તેથી મનમાં થતા રાગ અને દ્વેષને ટાળવાની અનેક યુક્તિયે! સુઝી આવે છે—જે જે પ્રસંગે અમુક અમુક કારણોને લેખ અમુક અમુક જાતની ચિન્તાએ ઉંં છે તેને અમુક અમુક સંયમક્તિથી ટાળવાનું કાર્ય સહેલું થઇ જાય છે—અનેક વખતે આ પ્રમાણે આવી પડતા કર્મના ઉદયામાં આત્માની સહનશીલતા ખપમાં આવે છે અને રાગદ્વેષના વિચારેના તરગે શમી જાય છે—ધારે કે કઇ મનુષ્યના ઉપર એકદમ અનેક જાતની ઉપાધિ પડી. તે નાની. હાય તે વિચારે કે ઉપાધિયોનું આવાગમન કર્મના ઉદયથી છે. કર્મના ઉદયથી આવી ઉપાધિયા આવી પડી છે...તે સહન કર્યાં વિના છૂટકા નથી~~~આત્મજ્ઞાનના ખળવડે સર્વ પ્રકારની ઉપાધિયાને વેઠવી નેઍ-ઉપાધિયાને વેદ્યાવિના છૂટા થવાનો નથી. મનમાં અનેક પ્રકારની ચિન્તાએ કર્યોથી કાંઇ વળે તેમ નથી-ઉપાધિયા ક્ષણિક છે. સદાકાળ કાઇને એક સરખી ઉપાધિ રહે તી નથી અને રહેવાની નથી-જે ઉપાધિયા આવી છે તે જવાની છે. માટે મારે ડરવાની જરા માત્ર પશુ જરૂર નથી. મ્હારે ઉપાધિયાની સામે સમ ભાવથી ઉભા રહેવુ જોઈએ—જગમાં સર્વ જીવને કર્મના વથી ઉપધિયા ભાગવવી પડે છે-ઉપાધિ કઈ આત્માને! મૂળ ધર્મ નથી. આ પ્રમાણે વિચારબળથી તે કર્મની ઉપાધિયા સામે ઉભા રહી યુદ્ધ કરે છે અને મ નમાં ચિન્તાનુ પેદા કરતા નથી. કાઇ લક્ષાધિપતિ એવિયં હાય, ધર્મ શીલ હાય, દયાળુ હાય, દાતાર હાય તેના ઉપર કર્મના ઉદયથી આફત આવી પડી હાસ્ પેાતાની વ્યાવ હારિક મનાયલી પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હાય તેવા પ્રસંગે તે શેડ જે જ્ઞાની હાય તે વિચાર કરે કે હે ચેતન ! ત્યારે જરામાત્ર પણ રોક કરવા એઇ તે નથી—હારા ગુણાના કઇ નાશ થયા નથી–કમ પ્રમાણે લક્ષ્મીનુ ગમનાગમન રહે છે–પાપકર્મના ઉદય થતાં લક્ષ્મી જતી રહે છે તેથી કંઈ શાક કરવાનું જરામાત્ર પ્રયે!જન જણુાતું નથી. બાહ્યલક્ષ્મી અસ્થિર છે. કાઇની પાસે સદા કાળ રહી નથી અને રહેવાની નથી. સ્વમમાં ભાસેલા પદાર્થોજેવી લક્ષ્મી અને માન પ્રતિષ્ટા છે. લક્ષ્મી અને માનપ્રતિષ્ટા એ કઇ વસ્તુતઃ આત્માના ધર્મ નથી માટે હું આત્મા ! તુ હારા સ્વભાવમાં રમતા કર-બાહ્યના પદાર્થો જાય તે શું અને આવે તેપણ શુ ખાદ્ય પદાર્થોમાં હું અને મ્હારૂં કલ્પવાથી દુઃખના ખાડામાં ઉતરવું પડે છે.
SR No.522024
Book TitleBuddhiprabha 1911 03 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1013 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy