________________
૩૯૫
કેળવણી મળે તેવા શુભાશયથી પાઠશાળાઓ, સામાજો, મંડળે રથપાવ્યાં છે.
આ ડગ જેવી મહાન સંસ્થા કે જેમાં અત્યારે ૮૫ જેટલી મોટી સંખ્યામાં વિદ્યાથીઓ લાભ લે છે ને જેના લાભાર્થે આ બુદ્ધિપ્રભા માસિક પ્રગટ થાય છે તે પણ તેઓશ્રીના ઉપદેશથી છે. આવી રીતે તેઓશ્રીએ પિતાની બત મહેનત અને વિદ્રતાને જૈનોને ઘણો ફાળો આપ્યો છે. વળી તેઓશ્રીએ પબ્લીકમાં જાહેર ભાપણું કરવાની પહેલ કરી આપણા ઉપર મહત ઉપકાર કર્યો છે. હાલના જમાનામાં સાંકડા પ્રદેશમાં જૈનતરવજ્ઞાનને ન મુકતાં તેને વિશાળ પ્રદેશમાં યથાસ્થિત સ્વરૂપમાં મૂકવામાં આવેતો તેથી કરી આપશે પક્ષ પ્રબળ થાય એટલું જ નહિં પણ અન્યદર્શની ભાઈઓમાં પણ આપણે પ્રતિ બ્રાતૃભાવની વૃદ્ધિ થાય અને તેની સાથે જૈન ફિલસુફી તરફ તેમની પ્રેમ ભાવના જાગૃત થાય. આનો કોઈપણ શ્રેટ માર્ગ હશે તો તે જાહેર ભાણજ છે. માટે આ મુનિરાજે જે જાહેર ભાષણ આપવાની પહેલ કરી છે તેને માટે અમે તેમને ખરા અંતઃકરણથી સહસ્ત્રકોટી ધન્યવાદ આપીએ છીએ અને સર્વે વિદ્વાન મુનિ મહારાજાઓને વિનવીએ છીએ કે તેઓ સાહેબ પણ આવી રીતે પબ્લીક ભાષણ આપી ધર્મને વિજયવાવટો ફરકાવા કટિબદ્ધ થશે. તેઓ સાહેઓ વડેદરામાં લક્ષ્મીવિલાસ મહેલમાં મહારાજા ગાયકવાડ સન્મુખ ભાષણ આપ્યું હતું. તેમજ મસ મુકામે વાંસદાના દરબારને તેમજ કોઠ મુકામે ગંદીના ઠાકોરને, તે સાહેબે ઉપદેશ આપયો હતો. તેમજ અમદાવાદ, ખેડા, બોરસદ, પેટલાદ, વલસાડ, સુરત વિગેરે જે જે ગોગ્ય રથળોએ તેઓશ્રી વિહાર કરેલો ત્યાં જાહેર ભાષણ આપ્યાં છે. અમે મુંબઈ નિવાસી સર્વે સંઘના સદગૃહરને વિનવીએ છીએ કે તેમને મહંત પુરો આવા વિદ્વાન મુનિરાજનો રોગ મળે છે તેને લાભ દેવા ચુકશો નહિ. પવિત્ર મુનિરાજો દુર પ્રદેશમાં વિહારના સબળે સહાન મહાન છે'ટો દેડી શાસનની ઉન્નતિને અર્થે ત્યાં પધારે છે તે આપ સાહેબ પણ તેઓના સામાજીક તેમજ ધાર્મિક સુધારાના વિચાર મણકામાં તમારી સંમનિરૂપ ધર્મના દોરામાં મણુકાએ મેળવી માળાના રૂપે કરી શાસન દેવીના કંઠે સમર્પણ કરવા સદા તત્પર રહેશે. છેવટે તેઓશ્રીનું મુંબઈમાં આગમન દરેક રીતે વિજયવંત નીવડો અને સંધમાં સર્વત્ર સ્થળે શાંત કરો એવી અંતિમ આશા છે. તેઓનું ચોમાસું ત્યાં થાય તે સારું એમ મારી વિનંતિ છે.
- ૩ શ્રઢ