SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે તેને ક્યાંથી સુખ હોય; અલબત ન હોય. મનમાં થતી ચિન્તા અને શોકની અસર શરીરપર પણ થયા વિના રહેતી નથી. મનના મનમાં ભય નામનો રોગ થાય છે તેથી મન, નિગી છતાં પણ સુખથી પરાભુખ રહે છે. રાજ્યભય. દેશભય. કીર્તિભય અપકીર્તિ ભય, દેવભય, અકરમાભય-રોગભય-મરણુભય આદિ અનેક પ્રકારના ભયથી મનમાં અનેક પ્રકારની ચિતાઓ પ્રગટે છે–રાજ્યથી વિરૂદ્ધ કોઈ જાતનું કાર્ય કરનારાઓને સરકાર તરફથી પકડાવવા અને સજા પામવાને ઘણો ભય રહે છે. રાજ્યવિરૂદ્ધ કાર્ય છુપાવાને અનેક પ્રકારના પ્રપંચ ગોઠવ. વાની ધજતા હદયે ચિન્તાઓ કરવી પડે છે–તે ચિન્તાઓને હૃદયમાં એ તો સજજડ સંસ્કાર પડે છે કે તેથી ઉંઘમાં પણ ભયનાં સ્વ'નો આવે છેઉધમાં પણ જરા માત્ર નિરાંત વળતી નથી–અમુક પ્રકારની જ્ઞાતિવાળા અમલદારને પુછે કે તમે આનન્દમાં છે ? જો કે તેના મનમાં આનંદ ન હોય તો પણ તે આનંદમાં છે એવું જણાવવા ડોકું ધુણાવે છે અને હાસ્ય વદનની પ્રતિનકલ કરે છે પણ જો તેના હદયની તપાસ કરવામાં આવે છે તો તેણે લેક પાસેથી જે લાં લીધી હોય છે તેથી તે બહાર પડશે તો ખરાબ થવાનો ભય રાખે છે-લાં તેના પ્રતિપક્ષીઓ ને પકડી પાડે તે માટે અનેક પ્રકારની કુયુક્તિઓ કેળવે છે-દુ:ખદ પ્રસંગે સામાન્ય નોકરની દાઢીમાં હાથ ધાલતિ માલુમ પડે છે-આ શું–મનને રોગ નથી ? અલબત તે મનને રોગ છે–પિતાની સર્વત્ર કીર્તિ પ્રસરેલી છે. એવા એક આબરૂદાર પુરુષને પિતાની કતિનો નાશ થાય તેવા પ્રસંગે અત્યંત મનમાં કીર્નિભય ઉત્પન્ન થાય છે–તેની ઉપરની પ્રસન્નતા વેશ્યાના સન્માન જેવી દેખાય છે-કઈ મુનિરાજ જગતમાં બ્રહ્મચર્યથી પ્રસિદ્ધ છે તેના ઉપર તેના પ્રનિપલી મનુષ્ય ભ્રષ્ટપણને જ્યારે આપ મૂકે છે–ત્યારે તેઓ પોતાનું બ્રહ્મચર્ય લોકોને અખંડિત જણાવવા કીતિ ભયના લીધે સાક્ષીઓ બતાવે છે–લાંડાની આગળ પિતાનું ખરું સ્વરૂપ જણાવવા અનેક પ્રકારના પુરાવા હાજર કરે છે અનેક પ્રકારની ચિન્તા કરે છે. બરાબર ઉંધ પણ લઈ શક્તા નથી. શરીરે પણ દબલ પડી જાય છે-જેમ જેમ જગની આગળ પિતાના બ્રહ્મચર્યની વાત જણાવે છે તેમ તેમ જગત્ પણ મુનિની આવી પ્રવૃત્તિના લીધે શંકામાં પડે છે અને પિતાને હેતુ બરાબર પાર પડેલા ન જઈ અત્યંત શેકાતુર બને છે-વિચારો કે નિર્દોની અવા મુનિવરને પણ મનમાં કોને ભયના કે રોગ લાગુ પડી તેમના જીવનની ખરાબ દશા કરે છે-રાજા-શેઠ સાધુ વગેરે પિતાની અપકીતિના ભયથી રાત્રી અને દીવસ મનમાં બળ્યા કરે છે
SR No.522023
Book TitleBuddhiprabha 1911 02 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy