________________
૩૨૪
તે ખાનગીમાં ઢલીઆમાં પડીને અનેક ચિન્તાઓ કરે છે. ઉંઘવા મહેનત કરે છે તે પુરી ઉંઘ પણ આવતી નથી. તેથી તેની તબીયત બગડવાથી દાક્તરાનાં ખીસ્સાં તર થાય છે. આ બધાનું કારણ મનમાં થતા ફોગટ ચિતાએજ જણાય છે. અમુક શેહેને પુછીએ કે કેમ શેડ ! ખુશીમાં છેને ? ત્યારે કહેશે કે ખુશી કયાંથી લાવીએ ! શેઠને મનમાં રાગ થવાથી ખુશી જણાતા નથી. તેના મનને રોગ તપાસતાં માલુમ પડે છે કે તેને બધાંની લક્ષ્મીને પડાવીને પિતાને કયાં કરવાનો વિચાર થયો છે. બીજાઓના ભાગ કેવી રીતે પિતાને લઈ લેવા તેની બાબતમાં ધવલશે ની માફક અનેક જાતની ચિન્તાઓને કરે છે. ભાઈઓને કેવી રીતે સમજાવી પોતાની નમ પુરી પાડવી તેના વિચારમાં તે રાત્રી દીવસ ઉંઘતે પણ નથી. અનેક તકો ઉભાં કરવાના વિચારમાં પગ ઘસતાં છતાં પણ નિદ્રાદેવી આવતી નથી. પોતાના કાર્યમાં વિદનો આવતાં તે કપાળે હાથ દેઈ ગરીબ જેવો બની અનેક જાતના શેક કરે છે. આવી તેના મનના રોગની સ્થિતિમાં તેને સુખનું સ્વમ પણ ક્યાંથી આવી શકે. ઘરમાં વાજુ વગાડી ગાયનેને લલકારતા યુવાનને પુછીએ કે કેમ મહેરબાન તમે બહુ સુખી દેખાઓ છે. ત્યારે તે કહેશે કે યાર અમે તો બહુ સુખશબ્દ માત્ર સાંભળી છીએ. તેના હૃદયના રોગને તપાસતાં માલુમ પડશે કે તે અનેક પ્રકારના ધંધાઓને શોધવા રાત્રી દીવસ અનેક જણની સાથે વાતોના ગપાટા માર્યા કરે છે. આગળ પાછળના સંવેગોને વિચાર કરી ગરીબ જેવું મુખ કરી દે છે. ઘડીમાં જાણે બધું પ્રાપ્ત થયું હોય તેવો મુખનો ચહેરો કરે છે, ઘડીમાં હાય કરી નિસાસા નાંખે છે, ઘડીમાં અનેક મનુષ્યોને અન્ય ખાને પિતાના સ્વાર્થની વાત પુછે છે. ઘડીમાં જાણે તેના મનમાં કાંઈ હાય જ નહીં એવો સ્વજને આગળ દેખાવ કર્યા કરે છે પણ એકાંતમાં બેસતાં પાછા તેનાતેજ ચિંતાના વિચારે તેને ઘેરી લે છે. કલાકે ને કલાકો તેમાં પસાર કરે છે. કોઈ શિખામણ આપે કે તું ઘણી ચિંતા કરીશ તે ગાંડા થઈ જ ઈશ, ત્યારે કહે છે કે અમને ચિંતા શું કરનાર છે. પણ હદયમાં જાણે છે કે હું જે કરું છું તેની અને ખબર પડે છે. ત્યારે વળી વિચારે છે કે મારી વાત મેં અમુક મનુષ્યોની આગળ કહી હતી અને આ પુ શી રીતે જાણી. તે વખતે પિતાના સંબંધીઓને હેમ કરશે. વળી તેમાંથી અન્ય ચિંત્તાઓ પ્રગટવાની એમ તે ચિંતાના વિચારોને રાવી દીવસ કર્યા કરે છે અને અંતે શરીરમાં પણ રોગે પ્રગટાવે છે. આ સર્વનું કારણ મનમાં ચની અનેક આશાઓ તેજ દર્દ છે, અમુક શેઠને પૂછીએ કે કેમ શેઠ