________________
૩૨૩ ધી કહાડે છે; બાહ્ય શરીરના રોગોને નિવારવા માટે જેમ ઔષધ છે તેમ મનમાં થતા રાગ, દેવ, ઈર્ષ્યા ચિન્તા આદિ રોગોને નાશ કરનારાં પણ ઔધે છે. બાહ્ય શરીર નિરોગી અને મજબુત હોય છે તે પણ તેવો મનુષ્ય મનના રોગથી પીડાય છે અને ટાંટીયા ઘસે છે. હાય, હાય કરતે જ્યાં ત્યાં ભટક્યા કરે છે તેવા મનુષ્યને પુછીએ કે કેમ સુખી છે કે ? ત્યારે તે કહેશે કે ભાઈ સુખ નથી. અરે હૃતિ બળું છું. કોઈ લક્ષાધિપતિ શેઠીયાને
છે કે કેમ હાલ તમને આનંદ વર્તે છે ? ત્યારે કહેશે કે ભાઈ આનંદનાં સ્વમ પણ આવતાં નથી. મારા ઘેર પુત્ર નથી, અરેરે મારી લક્ષ્મી કે ખાશે. અન્ય સગાંઓ મારી લક્ષ્મીના વારસ બને તે હું ઈચ્છતો નથી. અરે! હવે શું કરું ક્યાં જાઉં; ઘણું વધા તથા ઘણુ મંત્ર કર્યા પણ હજી કંઈ થયું નથી. ઘરમાં સ્ત્રી ડાયવરાળ કરે છે, સુખે કરી ખાતી પણ નથી. જ્યાં જાઉં, કોને કહે, અરે ! હવે શું થશે. આ પ્રમાણે બાહ્યથી નિરોગી છતાં દુઃખની અગ્નિને શબ્દધૂમાડાથી જણાવે છે. ફલાણા ગાડીમાં બેસનારા શેઠિયા કે જેની ઉમર વીશ વર્ષની લગભગ છે, જેના શરીરે ગેરતા વ્યાપી રહે છે, ઘોડાઓને મારી ગાડીને ધમધમ દોડાવે છે, પત્થરને પાટુ મારે તો પત્થરને તોડી નાખે તેવી શક્તિ છે. લાખ રૂયાનું ધન છે, હજારે સેવા આજીજી કરે છે. આંખે રાષ્પાં ઘાલી દેખતાં છતાં પણ ભભકામાં અંજવા ઠાઠ સજે છે, તેને પુછીએ કે કેમ ભાઈ! ખાવાનું તે સારી રીતે મળે છે ને? ત્યારે કહેશે કે એમાં શું પુછવું ? ખૂબ પાન ચાવે છે, ત્યારે કહેશે કે અમારે શી ખોટ છે? પણ તેનાં મનનાં દુઃખ તપાસીએ તે માલુમ પડશે કે તેને મહાન ઈલ્કાબની ઇચછાઓએ ઘેર્યો હોય છે. સરકારમાં સી, આઈ. ઈ. રાવ. સર નાઈટ આદિની પદવી મેળવવા સરકારને હજારો રૂપિયાની સખાવત કરવી કે કેમ તેના વિચારમાં પડે છે, હારી જ્ઞાતિ મને કે કહેશે? તેની ચિંતામાં ખૂબ નિમગ્ન થાય છે; મુખ્ય અમલદારોની કેવી રીતે પ્રસન્નતા મેળવવી તેના સંબંધી અનેક ચિન્તાઓ કરે છે. હજારો રૂપિયાની લમીના
ભે પદવીનાં પુછે હવે મળશે કે કેમ તેને વિશ્વાસ નહીં આવવાથી લ. ક્ષ્મી ઓછી થવાની ચિન્તા કરે છે. શી રીતે માનની ભિક્ષા માગુ તેની રીત શિખીને તે માટેનું મન મેળવવા અનેક પ્રકારની આજીજી કરે છે. પદવીની ભિક્ષા મળતાં પોતાના મનમાં ફુલાય છે. જ્ઞાતિ, કામ અને ધર્મના ભલા માટે ઉપર ઉપરથી આવું ન આપ્યું જેવું કહી છબરંડા વાળે છે. જયાં ત્યાં માનની ઈચછાઓ માટે દેડે છે, પદવી વગેરેની ઇચ્છાઓમાં વિદ્મ આવે છે