________________
૩૫૩
કરે તે પરબ્રહ્મ શુક ચિદાનંદ નિર્મલરૂપે થયા પછી માયાને તેમનામાં અંય પણ સંભવી શકે? અથત નજ સંભવી શકે માટે જે બંધુઓ જલમાં પર પટા ઉપજ થાય છે અને તેમાં લય પામે છે તેમ સર્વે જીવો બ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે અને બ્રહ્મમાંજ લીન થાય છે એમ માને છે તે ન્યાય યુ નથી. વળી જો આપણે તે સંબંધમાં વધારે ને વધારે દુર જતા જઈશું તે આપણને તે બાબત વધારે ખાતરીથી સમજાશે.
કઈ પણ કાર્યમાં (૧) ઉપાદાન (૨) અપેક્ષા (૩) નિમિત્ત (૪) અને અસાધારણ કારણ હોય છે. તેમાં જે ઉપાદાન કારણ છે તે મુખ્ય છે કારણ કે તે વિના કાર્યની અરિતતાજ સંભવી શકતી નથી. દાખલા તરીકે ઘડાનું ઉપાદાન કારણ માટી છે. હવે ધારે કે માટી વિના ધ કયાંથી બની શકે. ના
મૂળ ના હોય તે શાખા કયાંથી હોય. હવે જે આપણે આ જગત ઈશ્વર રચિત-બ્રહ્મ-રચિત માનીશું તે આપણે પણ બ્રહ્મને આ સૃષ્ટિનું ઉપાદાને કારણે કલ્પવું પડશે અને એમ માનીશું તે આ સર્વે જગત બ્રહ્મમય થશે. હવે જયારે જગતજ જે બ્રહ્મમય છે તે પછી પુણ્ય કરવાનું પણ કારણ શું. યોગીઓને ઘણું ઘણું કષ્ટો વેઠી યમ નિયમ પ્રાણાયામ, હોગ, રાજગ વિગેરે શું કરવા કરવું પડે. જ્યારે સર્વ જગત બ્રહ્મમય છે તે પુય પાપનું ફળ પણ કાણું ભેગવશે. જ્યાં પુણ્ય પાપને પ્રલય ત્યાં ભોગવવાની તો વાત જ શી. માટે જે સૃષ્ટિ કર્તાનું ઉપાદાન કારણ સ્થાપીએ છીએ તે બ્રહ્મ કર્તા આ સૃષ્ટિનો કરી શકતું નથી. કારણ કે આપણે મુક્તિને માટે પ્રયાણ કરનાર મુક્તિ પરાયણ જેવો નજર નિહાલીએ છીએ. નીર્જરા માટે તપ નિયમ વિગેરેનું સેવન કરીએ છીએ માટે સર્વે જગત જે બ્રહ્મમય હોય છે તેમ કરવાનું શું કાર છે. જૈન ધર્મના નિયમ પ્રમાણે દુનિયામાં અનંત જીવે છે ને સર્વેની અંદર સિદ્ધસમાન--બ્રહ્મસમાન સત્તા છે. તેઓ અનાદિ કાળથી છે. તેમને કોઈ બનાવતું નથી. જેમ જેમ કર્મના બંધનથી મુક્ત થાય છે તેમ તેમ પરમાતમાં થાય છે. એવા અનંત પરમબ્રહ્મ મેક્ષ ગયા છે અને જશે. મુક્તિનો પંથ કંઈ કેઇએ રજીસ્ટર કરેલ નથી તેને માટે ખુલે છે. જે જે જેવાં કામ કરશે તેવાં તે ફળ પામશે પછી હાય તે જૈન હશે બ્રાહ્મણ હશે, મુસલમાન હશે, જોગી હશે, સંન્યાસી હશે, ફકીર હશે ફાવે તે નાત જાતને હશે પરંતુ જે માયાનું નિબિડ બંધન ત્યજશે અને કર્મથી વિરકત થશે તે મેં જશે એવું જેને ખુલ્લી રીતે કહે છે.