SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૫. સાથે સંબંધ બાંધી આપવા સમર્થ છે એટલું જ નહિ પણ ઉચ્ચ નીચ સર્વ સૃષ્ટિ સામે સંબંધ બાંધી આપે છે. જે પ્રેમને સદ્ધપયોગ થાય છે તો તે વર્ગાદીક રષ્ટિ સામે સંબંધ બાંધી આપે છે એટલું જ નહિ પણ નાના જીવથી તે ઠેઠ ઇશ્વર સાક્ષાત્કાર પર્યન્ત સંબધ બાંધી આપે છે. આપણામાં રહેલ પરમામ સત્તાને પ્રકટ કરવાનું સામર્થ્ય પ્રેમજ અપે છે. પ્રેમને ગમે તેની સાથે સંબંધ બાંધવો એ પિતાને મન ગમતી વાત છે કારણ કે પ્રેમ એ આમાંની અનંત શક્તિઓ પ્રકાશીત કરનાર સામર્થ છે. આ ! તેજ પ્રેમને સર્વદા મારું વંદન છે. પ્રેમ મનુષ્યને નીર્ભય તેમજ નીશ્ચંત બનાવે છે. પ્રેમ જાળ, ચીંતા વ્યાધી, શાક, દ્વેષ, કપ, ક્રોધ વગેરેનો નાશ કરનાર છે. પ્રેમજ સર્વત્ર સેવવા યોગ્ય છે. જગત આજ અનેક દુઃખ, રાગદ્વેષ લાનિ વિગેરે વિકારોથી પીડાય છે. પ્રેમ એજ તેનું પધ છે. કીબંધુઓ ભગિનિઓ-પ્રેમ તમારા અંતરમાં પ્રકટાવો. પ્રેમ પ્રકટ થતાં સૂર્ય ઉગવાથી જેમ અંધારાનો નાશ થાય છે તે માફક તમારા તમામ દુઃખને નાશ થઈ જશે. બુદ્ધ પ્રેમ પ્રકટતાં તે સુદ વ્યક્તી, સતા વા અવસ્થા સાથે તમારો સંબંધ બાંધી આપે છે. આથી જ આજે આપણે પ્રેમને ધિક્કારીએ છીએ. વસ્તુતઃ પ્રેમ કંઇ નીંદવા લાયક નથી પણ વંદન કરવા લાયક છે પરંતુ તેનો દુર ઉપાગ કરવાથી એટલે કે નીચસ્થિતિમાં પ્રેમને પ્રેરવાથીજ આજે મનુષ્યને તેનાવડે દુઃખ પ્રાપ્ત થયું છે. ખરેખર તેમાં કંઈ પ્રેમનો દેવ નથી પણ તે તેની અવસ્થા સાથે સંબંધમાં પ્રેરનાર મનુષ્યજ દોષ રૂપે હેતુભૂત છે. જેવી રીતે સૂર્યનો પ્રકાશ છતાં ઘુવડ આંધળે છે પણ તેમાં કંઈ સૂર્યને દોષ નથી પણ ઘુવડનો જ છે. તેજ માફક પ્રેમની બાબતમાં પણ છે. વળી જેવી રીતે દીપકઉપર લીલી હેડી મુiાં પ્રકાશ લીલા રંગને મારે છે તેમાં કંઈ દીપકનો દોષ નથી પણ વસ્તુતઃ તે લીલા રંગની હોડીથી આચ્છાદીત હોવાથીજ લીલે રંગ મારે છે, તેજ માફક પ્રેમમાં વસ્તુતઃ કંઈજ દેવ નથી પણ મનુષ્યજ દેવરૂપ છે. આથી એમ પણ સિદ્ધ થાય છે કે પ્રેમ કંઈ ધિક્કારવા લાયક નથી પણ પ્રેમ તે સર્વદા સ્તવવા લાયક છે. વળી ને તમે દીપકને કપડાની અંદર મુકે અને કદાપી કપ સળગી જાય તો તેમાં દીપકનો દોષ નથી પણ મુકનારનો જ છે તેજ માફક ને તમે પ્રેમને દૂર ઉપયોગ કરો અને તેથી દુઃખ પ્રાપ્ત
SR No.522023
Book TitleBuddhiprabha 1911 02 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy