________________
ઉપરથી વિદિત થાય છે કે ઉન્નતિના કાળ પાસે આવતો જાય છે. આ બાબતમાં એ યાદ રાખવા જેવું છે કે મહેમાંહે આપણે લડી મરવું જોઈએ નહિ, અથવા કુસંપનાં બીજ વાવવાં જોઈએ નહિ. જૂના અને નવા વિચાર વચ્ચે હાલ જે મારામારી ચાલી રહેલી છે, તેમાંથી જે જે વિચારો જેટલે જેટલે અંશે લાભકારક જણાય છે તે તેટલે તેટલે અંશે અંગીકાર કરી આગળ વધવું એમાંજ શ્રેય છે. આ સંબંધમાં કવિ કાલિદાસે કહેલું ઉત્તમ વચન બહુ વિચારવા ગ્ય છે.
पुराण मित्येव न साधु सर्वम् नवमिति न चावयं भवति सन्तः परीक्ष्या न्यतरद्भजन्ति
मूढः पर प्रत्यय नेयलु द्विः જૂનું એટલું બધું સારું નથી, અને નવું એટલું બધુ નિન્દનીય નથી, સતપુ પરીક્ષા કરીને બેમાંથી એક પસંદ કરે છે અને મૂઢ મનુષ્ય બીજાના પર વિશ્વાસ રાખી દોરવાય છે. માટે પક્ષપાતરહિત થઈને સત્યના ઉપાસક થવું એજ હિતકર માર્ગ છે.
વિદ્યાર્થીઓ ! તમારે સર્વ હિતકારી લાયબ્રેરીઓમાં જઈ, ઉમદા પુસ્તક વાંચવા જોઈએ, વાંચીને તે પર વિચાર યાને મનન કરવું જાઇએ. જે વાંચો વિચારે તે પ્રમાણે વર્તે. પણ સૌથી ઉત્તમ બાબત એ છે કે મહાન પુરૂષોનાં ઉત્તમ જીવનચરિત્રો વાંચે અને તેમની માફક ઉત્તમ ધાર્મિક અને નીતપરાયણુ જીવન ગાળી પરોપકાર કરતાં શિખે.
લોકોમાં આજકાલ જે સુધારાનાં દૂષણ લાગેલાં તેથી ચેતતા રહો. ઉપરથી મોટી મોટી વાતો કરનારા, પણ માંસ મદિરાનું સેવન કરનારા કહેવાતા મિટાઓના પાશથી દૂર રહે.
ઘણા ખેદની વાત છે કે જે લોકો પોતાને સુધરેલા civilized કહે વરાવવા માગે છે, તેવામાં મદિરાપાનનો શોખ દિનપ્રતિદિન વધતો ચાલે છે. પ્રિય વિદ્યાધ ! આવા પેટી મોટાઈને ડાળ કરનારાઓનું કદાપિ અનુકરણ કરતા નહિ. તમારે ઘેર્યું રાખવું જોઈએ અને જીદ્રય તેમજ શાંત સ્વભાવવાળા થવું જોઇએ.
જેઓમાં આ ગુણ હોય છે. તેઓજ જમને ઉપકારી કાંઈક પ્રશસ્ય કામ કરી શકે છે.
છેવટે આ બીજું પ્રકરણ પૂરું કરતાં હું પ્રાર્થના કરીશ કે તમને