________________
૨૬૭
માનવા જોઇએ, કેટલાક કુળ વા વ્યવહારની લાજ ખાતર ગુરૂને ઉપર ઉપરથી માને છે પણ જ્યાં સુધી તે સંસારસમુદ્ર તરવા માટે માનતા નથી ત્યાં સુધી તે ગુરૂપાસેથી અમૂલ્ય તત્વજ્ઞાનનો લાભ મેળવી શકતા નથી. કેટલાક ગુરૂ પાર્સ જાય છે પણ આડી અવળી ગમે તે બાબતની વાત કરી નકામે વખત ગાળે છે, તેમાં તે વો પિતાની ઉન્નતિ કરી શકતા નથી. કારણ કે ગુરૂપાસે જઈને કંઈ પણ તત્ત્વજ્ઞાન મેળવવું જોઈએ અને પાતાના આત્માની ઉન્નતિ થાય તેવા ઉપાયો પુછવા જોઈએ. કેટલાક ગુરૂપાસે જઈને પોતે ધર્મનાં જે જે કામોમાં ચતુરાઈ બતાવવી હોય તેની પ્રસંગ લાવી વાત કરે છે અને તેમાં સમાગમનું ફળ કલ્પી લે છે. કેટલાક ગુરૂની પાસે જઈ સાંસારિક બાબતોની વિકથા શરૂ કરે છે અને તેમાં પિતાનું અમૂલ્ય જીવન ગાળે છે. કેટલાક ફક્ત દુનિયાનો વ્યવહાર જાળવવા ગુરૂપાસે જાય છે અને ત્યાં જઈને પણ પિતાના આત્માનું હિત થાય એવું કંઇ પણ પુ. છતા નથી. કેટલાક તો સ્વાર્થ સાધવા માટે ગુરુની પાસે જાય છે, કેટલાક તો ગુરૂના કરતાં પણ પિતાને વધારે ડાહ્યા માને છે. એ તાદક મનુષ્ય પાસે જઈ જે લાભ મેળવવાનો હોય છે તે મેળવી શકતા નથી—
શ્રીસ પાસેથી તત્ત્વજ્ઞાન મેળવી પ્રથમ તે નીતિના માર્ગે ચાલવું જંઈએ, નીતિના માર્ગે ચાલનારા પ્રાચીન કાળમાં ધણા ફતેહમંદ થયા છે, તેના હજારે દતિ આપણે વાંચીએ છીએ. માટે શ્રેયસાધકોએ પ્રથમ ત નતિના માર્ગે ચાલવું.
આપણે દરેક કાર્ય કરતી વખતે શ્રીસદગુરૂ તથા ઈદેવનું સ્મરણ ક. રવું જોઈએ.
શ્રી ગુરુ પાસેથી જ્ઞાન મેળવી આત્માની ઉન્નતિ કરવા અશુદ્ધ વિચારોને મનમાં પ્રગટ થતા વારવા જોઈએ, આત્માની ઉચ્ચ દશા માટે અનેક સગ્રંથનું મનન કરવું આવશ્યક છે
શ્રીસદગુરૂએ આપેલા બોધનું પ્રસંગ મળતાં સ્મરણ કરવું જોઈએ. પરમ ઉપકારી સદગુરૂવર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ એક અલખ ભજનમાં કહ્યું છે કે,
હાલા હરતાં ફરતાં બ્રહ્મસ્વરૂપને પાવજે રે, ચેતન અખ્તર ધનમાં, શ્રદ્ધા સાચી લાવજે રે”
આ વાક્યનો જેટલો અર્થ વિચારીએ તેટલો નીકળે છે. આ વામ કેટલી બધી આત્મતત્વની જિજ્ઞાસા બતાવે છે. ખાતાં પીતાં પણ બાહ્યમાં