________________
૧૩
પણ નહોતી. કારણ કે ધનાઢયોની માફક મારી પાસે તે બાહ્ય આડંબર કાંઈ નહોતે. તથાપિ કેવળ કરૂણદષ્ટિથી તે મદદ કરી છે એજ તારી ઉ. રમતા સૂચવી આપે છે. આ વિદ્યા અને તુંબડાથી એક મહાન રાજ્ય સં. પદા તું મેળવી શકીશ. પરમાત્મા તારા ભલા કર્તવ્યને બદલે તેને આપો, અને તારા મનોરથો સિદ્ધ કરો.” ઇત્યાદિ શિક્ષા અને આશીર્વાદ આપી તે સિદ્ધ પુરૂષ શ્રી ગિરિના પહાડ તરફ ચાલ્યો ગયે.
“સિદ્ધ પુરૂષે પોતાના ઉપર ઉપકાર કરનારને તેના બદલે શક્તિ અને નુસારે વાળી આવો. કરેલા ઉપકારને ભૂલી જનારા, શક્તિ છતાં અને અને વસર મળ્યા છતાં પ્રત્યુપકાર ( સામો ઉપકાર ) નહિ કરનારા મનુષ્યો ધિકારને પાત્ર છે. ભલે તેવા કદનો કરેલા ઉપકારને ભૂલી જાય–બદલો ન આપે, છતાં પરિણામની વિશુદ્ધિપૂર્વક ઉપકાર બુદ્ધિથી કરેલ પરોપકાર તેને તેનાં મીઠાં ફળ અવશ્ય આપે છે. કારણ કે પરિણામની વિશુદ્ધિ કે શુભમયતા થતાંજ કમી નિજેરા , શુભકર્મ (પુણ્યની પ્રાપ્તિ) અવશ્ય તેને પ્રાપ્ત થાય છે. આ સ્થળે વિજયકુમારની નિરવાથી પરોપકારની લાગણી અને સિદ્ધ પુરૂષે વાળેલા ઉપકારનો બદલો આ બે વાત વાંચનારાઓએ અવશ્ય વાનમાં રાખવી, અને અવસર મળે તેમ કરવા ભુલવું નહિ.”
સિદ્ધ પુરૂષની શિક્ષાનો સ્વીકાર કરી હું ચંદ્રાવતી નગરીમાં ફરવા લા. ગો. ફરતાં ફરતાં લેભનંદી અને લેભાકર નામના વણકની દુકાને ગયો. વ્યવહારમાં નિપુણ તેમજ કપટ કળામાં પણ નિપુણ તે વણિકોએ મારો ઘણે આદર સત્કાર કર્યો, અને એવી રીતે મારી ભક્તિ કરી મને સ્વાધીન કરી લીધા કે વિશ્વાસ પામી, તે રસનું તુંબઈ થોડો વખત સાચવવા માટે તેને આને સાંપી હું બીજે ગામ ગયો.
લમપુરીમાં કેટલાક દિવસ રહી, માતાને મળવાને ઉત્કંઠિત થયેલ હું સ્વદેશ જવાને પાછો ફર્યો. રસ્તામાં તે રસનું તુંબઈ લેવાને ચંદ્રાવતીમાં શેઠની દુકાને ગયો. પણ કોઈ કારણથી “તે હવેધક રસ છે એ ખબર શેઠને પડવાથી મને જુઠો ઉત્તર આપી, તે લાભાંધ વણિકોએ રસનું તુંબઇ પાછું ન આપવું. ત્યારે છેવટે તેમના કર્તવ્ય પ્રમાણે શિક્ષા આપી હું ત્યાંથી ચાલ્યો ગયો. ફરતો ફરતો આંહી આવ્યો, તેવામાં આ મારા પિતાની રાજ ધાની સર્વથા ઉજડ વેરાન જેવી થયેલી મેં ઈ.
વાચકોને યાદ હશે કે પોતાના પિતા તથા કાકાને મુક્ત કરવા માટે, ગુણવર્માણ કરેલા અનેક ઉપાયો નિરર્થક ગયા. ત્યારે નિરાશ થઈ તે મહાન