SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રોધ–વિચાર્યા વગર પરને તથા પિતાને કટ થાય તેવું કારણ જડીય તે ક્રોધ કહીએ. લાભ–દાન દેવાને યોગ્ય હોય તેમને દાન ન આપવું અથવા કારણું વગર પર દ્રવ્યનું ગ્રહણ કરવું તેને લોભ કહીએ. (જુઓ છાપલા ધર્મબી. દુનું પાનું ૨૪) માન-દુર એવા અભિનિવેશક મિથ્યાત્વના ઉદયથી માદ્ધ પામવાના સાધનમાં ઉદ્યોગવાળા થયેલા જ્ઞાની પુરુષોનાં વચનનું ગ્રહણ ન કરવું તેને માન કહીએ. મદ-કુલ, બળ, એશ્વર્યા-રૂપ અને વિદ્યા ઈત્યાદીક કરીને આત્માને વીધે અંહકાર કરવા અથવા હર્ષપરને પીડા ઉપજાવવાનું કારણ તેને મદ કહીએ. હર્ષ નિમિત્ત વીના પરને દુ:ખ ઉપજવવું અથવા જુગટું રમવું અથવા શિકાર કરવો વગેરે વગેરે અનર્થ એટલે પાપનો આશ્ચય કરીને પિતાના મનને પ્રાતિ ઉપજાવવી તેને હર્ષ કહીએ. અવિરુદ્ધ અર્થ:-પરસ્પર વિરોધી નહી એટલે ગૃહસ્થાવસ્થાને યોગ્ય એવા ધર્મ અને અર્થે તેની સાથે વિરોધ ન પામેલા એટલે તે બંને ને બાધ ન કરતાં જે ત્રાદિ પંચ ઇન્દ્રિયોના વિષય (શ્રેત્રનો વિષય શબ્દ, નેત્રના વિષય રૂ૫, નાશિકાને વિપયગંધ, જહાનો વિષયરસ, ત્વચાનો વિષય સ્પર્શ.) ને અંગીકાર કરવું તેને અવિરુદ્ધ અર્થનો અંગીકાર કહીએ ભાવાર્થ એ છે જે ગૃહસ્થાશ્રમને વેગે એવા પંચ વિષયને પાંચે ઈડિઓ વડે ધણી આસક્તિ ન થાય એમ ભોગવે કે જેથી કરીને ઇતિઓનો વિકાર રોકાય. કેમ જે સર્વથા દિને વિય થકી રોકવી તેને કરીને જે ધર્મ તે તે યતિનેજ છે. ૬ ઉપદવવાળા સ્થાનનો ત્યાગ કરવો. જે જગ્યાએ પોતાના રાનનું લશ્કર તથા બીજા રાજાનું લશ્કર પરસ્પર લદાઈ કરવાનું હોય અગર લદ્રા કરતું હોય તે તથા જે જગ્યાએ દુકાળ પડેલો હોય તથા મરકીને રોગ ચાલુ થયા હોય તેમજ જે જગ્યાએ ઘણા લોક સાથે વિરોધ થયો હોય છે ત્યાદિક ઈત્યાદિક કારણથી જે સ્થાન અશાંત થયેલું હોય તેને ઉપદ્રવવા સ્થાન કહીએ. જો ઉપર પ્રમાણે કહેલા ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ ન કરવા માં આવે છે તેથી કરી ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરુષાર્થનો નાશ થાય; મતલબ એ છે કે પ્રથમ પ્રાપ્ત થયેલા ધર્માદિકનો નાશ થાય એટલું જ
SR No.522017
Book TitleBuddhiprabha 1910 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1910
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy