________________
health.” “શરીરની તન્દુરસ્તીની રક્ષાને ઉપાય માનસિક સુખાકારીના ઉપાયથી જુદો થઈ શકતા નથી.અર્થાત શરીરની તન્દુરસ્તી હેય તેજ મન તેમજ આત્માની સુખાકારી અને ઉન્નતિ હોય, અને જે શરીરની દુર્બલતા હેય તે મન તેમજ આત્માની ક્ષીણતા અને અવનતિ સંભવે. એટલા માટેજ કેળવણીનું સત્ય સ્વરૂપ તે ફક્ત માનસિક ઉન્નતિ કરવામાંજ સમાતું નથી પણ શરીર, મન, તથા આત્મા ત્રણ મુખ્ય અંગની એકજ પ્રમાણમાં સાથે જ ઉન્નતિ કરવામાં જ સમાય છે. આવી ત્રણે પ્રકારે ની પૂર્ણતાવાળી કેળવણીથી જ મનુષ્ય જીવનને ઉદ્દેશ અને લયબીંદુ સાધી શકાય. ઉપરોક્ત કેળવણી કેલેથી મળી શકે એ કેવળ અસંભવીત લાગે છે. પણ કુદરત, મનુષ્યો અને વસ્તુઓ તરફથી આપણે સંપૂર્ણ રીતે તે કેળવણી પ્રાપ્ત કરી શકીએ છીએ. ઈદ્રીઓનું સંવર્ધન એ કુદરત તરફથી મળતી કેળવણી છે. તે સંવર્ધનનો ઉપયોગ કરતાં શીખવું એ મનુષ્ય તરફની કેળવણી છે અને આસપાસની વસ્તુઓ પાસેથી અનુભવારા જ્ઞાન મેળવવું તે વસ્તુઓ તરફથી મળતી કેળવણી છે.
કેળવણીની પૂર્ણતા પ્રાપ્ત કરવા સારૂ ઉપર મનન કરી ગયા તેમ શારીરિક માનસિક, તેમજ આધ્યાત્મિક કેળવણીની ખાસ આવશ્યક્તા છે. હવે જે વસ્તુઓ આપણુથી તદન સ્વતંત્ર છે, જેને કાબુમાં રાખવાનું અતિ દુષ્કર છે. એવી વસ્તુઓ દ્વારા આપણે છેલી બે પ્રકારની છાવણી પ્રાપ્ત કરી શકીએ. ઇન્દ્રિએ એ શરીરની અંગભુત છે. તે તદન સ્વતંત્ર અને જલદ છે. તેઓને કાબુમાં રાખી અર્થાત ઇન્ડીયનિગ્રહ કરવો અતિ વિષમ છે. જ્યાં સુધી તે વિપમમાર્ગની સરળતા થઈ શકી નથી ત્યાં સુધી શારીરિક આરોગ્યતા પણ સંભવતી નથી. અને તેના અંગે માનસિક તેમ જ આધ્યાત્મિક ઉન્નતિ અને ખીલવણી પણ કેવળ અસંભવિત છે. એટલા માટે કેળવણીની પૂર્ણતા અને સત્ય સ્વરૂપ પામવા સારુ ઈય નિગ્રહની પ્રથમ અને મુખ્ય આવશ્યકતા મારા વહાલા વાંચકવંદને સ્વીકારવી પડશે. અને જ્યાં તે શકિત, તે ઓજસ્વી શક્તિ પ્રાપ્ત કરી કે પછી તે શીવરમણી મારા વ્હાલા વંદના કંદને વિષે નાનમાળા આપવાને તૈયાર જ રહેશે. ને ત્યાંથી શીવવધુ સાથે મુક્તિપુરીમાં અચળ વિલાસ કરવા સારૂ પ્રયાણ કરવું ઘણુંજ સુગમ થઈ પડશે. અસ્તુ.
ॐ शांति शांति शांति.