________________
“વેઝવાનું ના રવા.”
( લેખક સાતમૈયા--અમદાવાદ, )
હાલા પાઠક ગણજન સમાજમાં જ્ઞાનને ભાનુ અસ્ત થવાથી, અને જ્ઞાન રૂપી અસુરે ગાઢ અંધકારમાં પોતાનું બળ અજમાવ્યું છે. આવી વખતે પશ્ચિમાય હિતચિંતક પ્રજાએ આપણી સન્મુખ કેળવણીરૂપી દીપક પ્રગટાવી આપણને કાંઈક એગ્ય અને ઉચ્ચ પ્રતિમા બનાવવા શ્રમ લીધો છે. તેમ છતાં અદ્યાપિ પર્યત અજ્ઞાનરૂપી અંધકારને પટ ખસેડવાનું આપણા ભાવિમાં નિર્માયું નથી. જ્ઞાનરૂપી ભાનુના ઉગ્ર અને પ્રભાવિક કિરણોથી આપણ આત્મા ઉચ્ચ અને તમય બનાવવાનું આપણું ભાવિમાં નિમાયું નથી. ત્યાં સુધી આપણને સહેલા અને સરળ માર્ગ સુઝતો નથી. આપણે કેળવણી લઈએ છીએ તથાપિ પૂર્ણતાવાળી લેતા નથી. આપણે શાળાઓમાં, પાઠશાળાઓમાં, કાલે તથા યુનીવર્સીટીઓમાં ઉચ્ચ પ્રકારની કહેવાતી કેળવણું લેઈ, પૂર્ણ કેળવણી લીધી એમ માનીએ છીએ, પરંતુ તેવા પ્રકારની ફક્ત માનસિક કેળવણીથી જ આપણે સર્વ સિદ્ધિ મેળવી શકીશું ? એક મનુષ્યના દરેક અવયવ આરોગ્ય રાખી કામે લગાડવાને બદલે ફક્ત એકજ અવયવથી કામ સાધવાની ઈચ્છાવાળા થઈશુ તો શું યોગ્ય ગણાશે ? ના ! તદત કેવળ માનસિક વૃત્તિઓને કેળવવી એ ખરી કેળવણી કહેવાશે નહિ. મનુષ્યની પ્રવૃત્તિ કેવળ મનને જ અંગભુત નથી પરંતુ તેને સમાવેશ મુખ્ય ત્રણ અંગેમાં કરે એ છે. ૧ શરીર. ૨ મન ૩ આ. મા. અને જ્યારે આ ત્રણે અંગે સંપૂર્ણ રીતે વિકસે અને કેળવાય ત્યારે જ કેળવણીની પૂર્ણતા માની શકાય. આ ઉદેશ હાલમાં અપાતી કોલેજોની કેળવણીમાં કોઈ પણ પ્રકારે જળવાતી નથી. શારીરિક, માનસિક, અને આ યાત્મિક ઉન્નતિ પૂર્ણ કરવી તેનું નામ જ ખરી કેળવણી અને તેઓને તેમના મુળ સ્વભાવમાં ઉન્નત બનાવી ઉત્કૃષ્ટ અને શાંતિમય જીવન ગાળી શકાય, ત્યારે કેળવણીનું સત્ય સ્વરૂપ આપણે જાવું છે એમ માની શકાય. કારણ શરીર સાથે મનનો અને આત્માને એ નિકટ સંબંધ છે કે જે સર્વે એકજ પ્રમાણમાં વિકસે નહિ, ત્યાં સુધી જીવનનું મુખ્ય કર્તવ્ય અને લક્ષ્યબિંદુ સાધી શકાય નહિ. શરીર, મન, અને આત્માને નિકટ સંબંધ દર્શાવવા સારૂ ઈમેજ તત્વવિદ્યાના કેટલાક વિચારો હું દાખલ કરીશ. ન્યુયોર્કને વિધાન ડાકટર H. D. Tacques કહે છે કે “The Cultivation of