________________
ગુરબાધ.
सत्य (લેખક મુનિશ્રી. બુદ્ધિસાગરજી.) ( ગયા વરસના અંક ૧૨ માના પાને ૨૬૩ થી અનુસંધાન )
અસત્યભાષા દવ્ય ક્ષેત્ર કાલ ભાવથી અસત્યભામા ચાર પ્રકારની કહેવાય છે. દ્રવથી સર્વ દ્રવ્યસંબંધી અસત્ય બોલવું, સંત્રથી, લોક અને અલકમાં. કાલથી દિવસ અને રાત્રી સંબંધીમાં. ભાવથી ધાદિથી દ્રવ્ય અને ભાવના સં. પગમાં ચતુર્ભગી જાણવી. કેટલાક દ્રવ્યથી જૂઠું બોલે છે પણ ભાવથી જાડું બેલતા નથી. જેમ કે શિકારી કાઈ દયાળુને પુછે કે તે અત્રથી જતાં મૃગલાં દીઠાં ત્યારે તે ના કહે આમાં ન દીઠા એમ કહેતાં દ્રવ્યથી જૂઠું બોલાયું પણ પરિણામ શુભ છે માટે ભાવથી જૂઠું ન બેલાયું એમ સમજવું.
કેટલાક ભાવથી બોલે છે પણ દ્રવ્યથી જૂઠું બોલતા નથી, કેટલાક દ્રવ્યથી અને ભાવથી મૃષાવાદ બોલતા નથી. ક્રોધ, માન, માયા, લભ, પ્રેમ, દેવ, હાસ્ય, ભય, આખ્યાયિકા, ઉપવાસ પરિણામ એ દશ પ્રકારે અસત્યભામા જાણવી. કોધાદિ પરિણામથી કપાય યોગિક કર્મ બંધાય છે માટે તત સંબંધી ભાષાને પણ અસત્ય ભાષા કહે છે એ દશ પ્રકારની અસત્ય ભાષા પણ પ્રશસ્ત પરિણામના યોગવો સત્યભાષા છે. જૈન ધર્મ ઉપર દેવ અને મિાહથી જે ભાષા બોલવામાં આવે છે તે અસત્ય ભાષા છે. તેમાં દશ પ્રકારની ભાષાને અંતર્ભાવ થાય છે. તોપણ દશ પ્રકારે વિભાગ અનાદિ સંસિદ્ધ છે તેથી ભેદ પાડે છે,
સત્યામૃષાભાષા ત્રીજીના દશ ભેદ છે. ૧ ઉત્પન્ન મિશ્રિતા કેઈ સ્થાનમાં પાંચ છોકરા જખ્યાં અને કહેવું કે દશ છોકરાં ઉત્પન્ન થયાં છે.
૨ વિગત મિશ્રિતા કે ગામમાં ન્યૂન વા અધિક મરે છે તે કહેવું કે આજ આ ગામમાં દશ મરી ગયા.
૩ ઉત્પન્ન વિગત મિશ્રિત ભાષા ઉત્પન્ન થા વિગત, ન્યુન વા અધિક હોય તોપણ કહેવું કે આ ગામમાં દશ ઉત્પન્ન થયા, દશ મરણ પામ્યા.