SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ is? બરાબર માંગલિયાસે પાણી, ખેંચ લોયા આ રગત બરાબર, ગેરખ બોલ્યા વાણ” સાધારણ રીતે સત્પાત્રને, દાનની વૃત્તિથી પ્રેમ પૂર્વક જે અપાય તે શ્રેષ્ઠ દાન છે. યાચના વા સુચનાથી કરવામાં આવેલા દાનમાં દાતાનું ચિત્ત પ્રફુલિત અને દયાર્દ હોવાનો સંભવ ન્યૂન હોવાથી તેના ચિત્તની પ્રસન્નતા અનુ સારે મધ્યમ ગણાય છે. જેમ લોકાપવાદના ભયથી કરેલું દાન ઉત્તમ ફળદાયક થતું નથી, તેમ કાત્તિના ક્ષણિક લોભથી કરવામાં આપેલું દાન પણ ઈષ્ટ હેતુ કાર્તિનેજ સુસાય કરે છે. ઉપરોક્ત બન્ને પ્રકારના દાનમાં દાતાનો લક્ષ્યવિષય ગ્રાહકનું હિત વિચારવા તરફ ન હોવાને લીધે દાન અલ્પાંશે ફલ દાયક થાય છે. ઘણે પ્રસંગે એવું બને છે, કે લોકાપવાદથી દાન કરનાર મનુષ્ય લોક લાગણી પ્રતિ દોરાય છે, અને દાનના વિષય-પાત્ર સંબંધ દુર્લય રાખે છે. કારણ કે તેનું લક્ષ લોકાપવાથી પોતાનું રક્ષણ કરવાનું હોય છે. એજ રીત ર્તિ લોભી પણ ક્ષણિક વાહ વાહ કહેવડાવવાના ડોળમાં દાન લેનાર, તેની જંરૂરીઆત, સ્થિતિ આદિ વિષય પ્રતિ દુર્લક્ષ્ય રાખે છે. દષ્ટાંત તરીકે ઉદ્યાગની હરિફાઈના પ્રસ્તુત જમાનામાં ધંધાહીન-નિર્ધન અને પગ મુકવાનો પણ આશ્રય વિનાના યુવકોને (ઉદ્યાગી શહેરમાં રહેવાના અને ખાવા પીવાની સગવડની ) પણ કેટલી મુશ્કેલી નડે છે. તેવા સ્થળોમાં બોડીંગ શયન ભજન ગૃહ તેમને કેટલું આવકાર દાયક થઈ પડે છે. પરંતુ કાર્તિ દ્વાભી મનુએ ઉક્ત ઉપકારક વિવયનું પણ દુર્લક્ષ્ય કરી નાત વરા અને એવાજ અન્ય અનેક રૂઢ રિવાજોમાં કથન કે કેવા મિથા વ્યય કરે છે. કેટલીક સંસ્થાઓ સારી સ્થિતિમાં હોવા છતાં પણ તેમાં વૃદ્ધિ કર્યા કરી રા. નર્મદાશંકરભાઈના શબ્દમાં સમુદ્રમાં પડેલા મધ જેમ વૃથા જાય તેમ અથવા કથા નૂતેષુ મેગનન્ ધરાયેલાને ભેજન આપવું જેમ નિરૂપયોગી થાય તેમ અથવા ગ્રંથા રૂાને ધનાઢશેષ ધનવાનને દાન આપવું જેમ વૃથા ગણાય તેમ ભરતામાં ભરવા જેવું તેઓ સાહસ કરે છે. જે સાધન અસ્તીત્વમાં હોય અને જેનો લાભ સરળતાથી પ્રજા વર્ગને મળી શકતો હોય તે સાધન પ્રતિ દષ્ટિ રાખી નિરંતર તેમાંજ વધારે કરવામાં દાતાના બળને ક્ષય થવાથી અન્ય સાધનોને તંગીમાં રહેવું પડે છે. આવા પ્રકારના અવિવેકને લીધે પ્રજાને બહુજ શેવું પડે છે. પ્રસિદ્ધ પાશ્ચાત્ય વિદ્વાન લેકી કહે છે કે “સખાવત કરવાના કામમાં અવિવેકથી વર્ણવામાં આવે તો લોકોના કરકસર કરવાના, ઉદ્યમશીલ થવાના, દૂરંદેશીપણું વાપરવાના અને સ્વમાન નપા આત્મા વિલંબનના ગુણો નાશ પામે છે ” સાધન સંપન્ન બલિષ્ટ લોકોને દાન મલવાથી તેઓ વિશેષ આળસુ અને દરિદ્રી થાય છે.
SR No.522011
Book TitleBuddhiprabha 1910 02 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1910
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size900 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy