________________
જ્ઞાન, (લેખક, ભોગીલાલ મગનલાલ શાહ. મુ ગોધાવી.)
(અંક છઠ્ઠાના પાને ૧૮૧ થી અનુસંધાન) દાનની ઉત્તમતા વા મધ્યમતા વિષે અનુમાન બાંધતાં નીચેની ત્રણ બાબતેને વિચાર કરવાની જરૂર છે.
(૧) દાતાની ચિત્તની પ્રસન્નતા, સ્થિતિ અને સંગો. (૨) ગ્રહણ કર્તા, તેની સ્થિતિ અને યોગ્યતા.
(૩) દાનને વિષય, તેની અલ્પતા વા બાહુલ્ય અને તેને પાત્ર પરત્વે ભેદ.
દાતા જેમ ઉદાર અને સહદય તેમ તે વિશેષ નિર્લોભી હોય છે, અને વિરાગ વૃત્તિ ધારણ કરી શકે છે. સ્વાભાવિક રીતે વ્યવહારમાં પણ મનુષ્યનું ચિત્ત જેમ ઉદાર, તેમ તેના પર સર્વે મનુબેન સદ્ભાવ અને પ્રીતિ થાય છે તેના દરેક કાર્ય પ્રતિ જનસમુહ ઉદાર ભાવથી જુએ છે. ઉદારતા એ ઈશ્વરી અંશ છે, અને ઉચ્ચ વા ઉન્નત મનની નિશાની છે. પણુતાથી અપેલું દાન શ્રદ્ધા ભાવ વિનાનું હોવાથી, તેમાં દયાનો અંશ બહુ અલ્પ પ્રમાણુમાં હોય છે, જેથી દાતાના મનનો વિકાસ થઈ શકતો નથી. જે દાન દાતાના મનભાવ વિશેષ, વિશેષતર અને વિશnતમ જાગૃત કરી તેમાં ઉચ્ચ દયા. તાનો સંચાર કરે તે વાસ્તવિક દાન છે. પ્રસ્તુત દાનથી ભૂત-દયા જન કલ્યાણ ના વિચારના સંસ્કાર દાતાના મન પર પડે છે, અને તે સુદઢ થતાં તેના આત્માની શક્તિનો વિકાસ થાય છે. શ્રદ્ધા પ્રેમભાવ વિના દાનથી દાતાને કીર્તિ આદિને ક્ષણિક લાભ થાય ! પરંતુ જે તે શ્રદ્ધા મિશ્રિત હોય તે તેથી દાતાને અત્યંત લાભ થાય છે. તેના મનમાં ભૂતદયાના ઉંડા સંસ્કાર - વાથી અને દયા પરોપકાર વૃત્તિ જાગૃત થઈ ખીલવાથી તેના આત્માની ઉ. નતિ થાય છે. તેથી જ કહ્યું છે કે
अभिगम्योसमं दानमाहुर्वे चेव मध्यम । अधर्म च याचितं दानं सेवादानं तु निष्फलम् ॥
સમુખ જઈને અર્પણ કરેલું ઉત્તમ દાન, આવેલાને અર્પણ કરેલું તે મધ્યમ દાન, અને યાચનાથી કરેલું તે અધમદાન અને સેવા (કાંઈ પણ ખુલા)ની આશાથી કરેલું દાન નિફલ છે. ” “ સહજ મહયા એ દૂધ