SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુનો મહિમા-માહાન્ય અદ્દભુત છે. તેમનું સામર્થ કોઈના કયામાં આવે તેમ નથી. તેઓનું વર્તન સર્વથા પરને ઉપકાર કરનારું જ હતું. એવા મહાત્માઓને જન્મ હમેશાં પરોપકાર વાસ્તેજ હોય છે. તે ભગવાનને જુદાં જુદાં નામ આપવામાં આવેલાં છે, પણ વસ્તુતઃ તે સર્વ નામ જીનેશ્વર દેવને લાગુ પડે છે. પોતાના જ્ઞાન દર્શન ચારિત્ર ૨૫ સર્વે ગુણોને પ્રકટ કરનારા હોવાથી તે બ્રહ્મા (વિધાતા) છે; અથવા બ્રહ્મ–પરમતત્વનું જેમણે સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું છે, તે બ્રહ્મા કહેવાય. કેવળ જ્ઞાનના બળ વડે તે આ જગતના સવ ય પદાર્થોને જાણે છે માટે તે વિષ્ણુ છે. તે પરમ કલ્યાણ સ્વરૂપે છે, માટે શિવ નામથી સ્તવાય છે. ત્રણ ભુવનનું કલ્યાણ કરવાથી તે શંકર છે. શરિર સત્તર જાત ! રાગ ય રૂ૫ બે મોટા દુર્જય મહેલોને તે પ્રભુએ ત્યાં છે, માટે તે મહાદેવ કહેવાય છે. અને તે પોતાના જ્ઞાન વડે સર્વવ્યાપી હોવાથી વિભુપદને પેશ્ય થયા છે. આવી રીતે તેમના અનેક ગુણે અને કર્મો વડે જુદાં જુદાં નામથી તેમની સ્તુતિ થવા છતાં તે એક જ છે. તે વળી શબ્દાતીત છે. તે પ્રભુ શબ્દની પેલી પાર છે; એટલે શબદથી તેમનું વર્ણન થઈ શકે તેમ નથી. વાણીથી પર યમ કરી તેનું વર્ણન કરશે વાણી કેવળ શબ્દની પેલી પાર છે એટલું જ નહિ પણ તે પ્રભુ મનનો પણ વિષય નથી. તે વારે નિવર્તિત સવાટ કરતા પણ ત્યાં વાણી અને મન પણ પહોંચી શકતાં નથી, પણ પાછાં ફરે છે. જો કે આ રીતે તે પ્રભુ શબ્દ અને મનની પેલી પાર છે, છતાં શબ્દ વાય છે. આપણે આ જગતને વ્યવહાર શબ્દ વડે જ થાય છે, માટે શબ્દ વડે તેમનું જેટલું વર્ણન થઈ શકે તેટલું કરવા પ્રWકર્તાની અભિલાષા છે. જો કે આપણા હાલના જ્ઞાન પ્રમાણે આપણને એક જ પ્રકારની વાણીના ઉપયોગનું જ્ઞાન છે, છતાં યોગીઓ જણાવે છે કે વાણી ચાર પ્રકારની છે. તેના નામ પર, પશ્યતી, મધ્યમમા અને વિખરી છે. ધખરી વાણુમાં નિરંતર રમનારા આપણને આ બાબત સ્વમ તુલ્ય ભાસે છે, પણ તે બાબતને જેઓએ અભ્યાસ કર્યો છે તેવા પુરૂષોને આ બાબતનું જ્ઞાન હસ્તામલકત છે. આત્મસ્વરૂપનું સંપૂર્ણ ભાન પરા વાણીનો ઉપયોગ થનારી અવસ્થામાં થઈ શકે છે. ગ્રન્થ કતાં પણ પરાવાણમાં પ્રતિભાસતા જતા પદાર્થોને આ વૈખરી વાણી દ્વારા પ્ર
SR No.522011
Book TitleBuddhiprabha 1910 02 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1910
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size900 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy