SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ, કારણ કે તેવી રીતે બેસવાથી સાધુ અને સાધ્વીઓને દેવ લાગે છે. સાધુ અને સાથીઓએ જીનમુદ્રાનું સ્વરૂપ પોતાના આત્મામાં ઉતારવું જોઈએ. ગ્રહસ્થની સાથે કલેશ કરે નહીં. ગ્રહસ્થના કાર્યમાં પડવું નહિ. શ્રાવકના કામમાં માથું મારવું નહિ. તીર્થના સ્થાનમાં વૃદ્ધિ થાય તેવી રીતે રહેવું નહિ. ધનસંગ્રહ, વસ્ત્રસંગ્રહ, પાત્ર સંગ્રહ વગેરે નો સંગ્રહ મમતાથી કરવો નહીં. સ્ત્રીએનો સંબંધ થાય તેવી ધર્મશાળામાં રહેવું નહિ. બે વખત સમજાય તેવી રીતે આવશ્યકની કરણી કરવી, જ્ઞાનધ્યાનમાં વિશેષતઃ ઉદ્યમ કરો. મહાર હારૂ કરવું નહિ. આત્મજ્ઞાન માટે સંપુરની ઉપાસના કરવી. વ્યતીર્થ કરતાં ભાવતીર્થનું વિશેષપણું ઈત્યાદિ સવર્તન રાખી સાધુ અને સાધ્વીઓ જે સિદ્ધાચલની યાત્રા કરે છે તો યાત્રાનું ફળસે છે. યવિજયજી ઉપાધ્યાય કહે છે કે ધામધુમે ધમાધમ ચલી જ્ઞાનમાર્ગ રહ્યો દૂરરે આવી રીતે જે ગાડરીયા પ્રવાહની ધામધૂમથી યાત્રા કરવામાં આવે તો ત્રણ કાલમાં મુક્તિ થનાર નથી. સ્થાવર તીર્થની પૃયતા જંગમ તીર્થથીજ થએલી છે. જંગમ તીર્થવિના સ્થાવર તીર્થની પૂજ્યતા ત્રણ કાલમાં નથી. ત્યારે હવે વિચારશો કે સ્થાવર તીથ મહામાનાં મરણ માટે, ધ્યાન માટે, નિરૂપાધિ દશા માટે ઉપયોગી છે. ધ્યાન, સ્મરણ, સપુરૂષસમાગમ, નિ રૂપાધિદશા માટે જે સ્થાવરતીર્થોનું સેવન કરવામાં આવે તે ખરેખર તેથી અત્યંત લાભ છે. તે વિના ફક્ત ચડવા ઉતરવાથી તે જ્ઞાન શૂન્યતા એ ડાળી ઉપાડનારની પિડે જીવન નિષ્ફળ જાય સ્થાવર સિદ્ધાચલ તીય છે તે આત્માને નિમિતપણે પરિણામે છે માટે તે દ્રવ્યતીર્થ સાપેક્ષબુદ્ધિથી સાધ્યદષ્ટિએ તેની ઉપાસના ઉપયોગી છે. પણ ઉપાદાન કારણને ઉદ્દેશીનેજ તે ફળદાયક છે એમ લક્ષ્યમાં રાખવું. ભાવસિદ્ધાચલ આત્મા છે. સિદ્ધ અને અચલ આત્મા નિશ્ચયથી છે. રાગ અને દ્રરૂપ શગુનો જય કરનાર આ મા છે પણ આત્મા શjજય કહેવાય છે. અસંખ્ય ભાવ સિદ્ધાચલ પ્રદેશરૂપ ક્ષેત્રમાંજ સિદ્ધપણું છે માટે આભા સિદ્ધ આત્મા છે. ક્ષેત્ર કહેવાય છે. ગિરિ (પર્વતની પેઠે સ્થિર એવો આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપથી બિરાજે છે માટે આ ત્મા ગિરિરાજ કહેવાય છે. વ્ય અને સ્થાવર નિમિત્ત તીર્થો સર્વ આત્માને ઉદેશી થયાં છે માટે નિશ્ચયનયથી આભાતીર્થ નાયક ગણાય છે મેરૂ પર્વ તની પડે આત્મા પણ ક્ષાયિકભાવે સ્થિર છે માટે નિમય નયથી આત્મા શાશ્વતગિરિ ગણાય છે.
SR No.522011
Book TitleBuddhiprabha 1910 02 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1910
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size900 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy