________________
૨૯૦
બાક૯૫ના બેટી જાણી, ઠાઠ તજીને ટાલી આતમ તે પરમાતમ સાચે, અનંત સુખને છે દરિયે. અરે કાયામાં ચેતનહીરે, અનંત જ્ઞાનાદિક ભરિયે; લક્ષ્ય સાધ્ય ચેતનને કપી, અન્તર સુષ્ટિમાં ઉતરે અનુભવાનંદ સુખવિલાસી, પરમ પ્રભુતા પ્રાપ્ત કરે તીર્થરૂપ શ્રતજ્ઞાને સોહે, ક્ષણે ક્ષણે ચેતન ધ્યા, બુદ્ધિસાગર પરમ મહદય, પરમબ્રહ્મ પદવી પા. ૯
દયારત્ન. ( લેખક મુનિશ્રી બુદ્ધિસાગરજી મ. સાણંદ. ) दया धम्मस्स जणणी-दया धर्मस्य जननी.
જગતમાં દયાના સમાન કોઈ ધર્મ નથી, દયા ધર્મની માતા છે. જેમ માતા પુત્રને પાળીને ઉછેરે છે તેમ દયા પણ ધમરૂપ પુત્રને પાળી ઉછેરે છે. ત્રણ ભુવનમાં દયાના સમાન કેદ ઉત્તમ ધર્મ નથી. દયાનું જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે. દયાથી સર્વ જગમાં શાંતિ વર્તે છે. ઉચમાં ઉ
ચ્ચ પદવીની પ્રાપ્તિ પણ દયાથી છે. ખરેખર જગતની ઉન્નતિ દયાથી છે. દયાવિના ઉત્તમ અવતાર પણ મળી શકતો નથી. દયાવિના આત્મા એક સુમાસીસમાન જાણવો. સર્વ વ્રતમાં દયાવત માટામાં મોટું છે. કામકુંભ-કલ્પવૃક્ષ વગેરે પદાર્થો જે દષ્ટવસ્તુ આપી શકતા નથી તે વસ્તુઓની પ્રાપ્તિ કરાવનાર દયા ધર્મ છે–દયાથી અષ્ટ કર્મનો નાશ થાય છે. દયાની કિંમત થઈ શકતી નથી. દયા વિના નિર્મળબુદ્ધિ પણ રહી શકતી નથી. દયાથી મુક્તિ કરતલમાં સમજવી. નાવિના જેમ મુખ શોભતું નથી, મનુષ્પવિના જેમ નગર શેભતું નથી, પતિવ્રતવિના જેમ ત્રી શોભી શકતી નથી, પુરુષાર્થ વિના જેમ પુરૂષ શાબી શકતો નથી તેમ દયા વિના આત્મા શોભી શકતો નથી. જે ધર્મ માં દયા નથી, તે ધર્મ તે અધર્મ ગણાય છે. દયા વિના તપ, જપ, સંયમ પણ ધર્મને ઉત્પન્ન કરી શકતાં નથી. જગમાં જે જે મહાન મહાત્માઓ ગણાયા છે, તેઓ ખરેખર દયાના પ્રતાપથીજ ગણાયા છે. દયાથી પરમાત્મપદ પ્રાપ્ત થઈ શકે છે. દયાવિના પ્રભુથી પણ ત્રણ કાલમાં મુક્તિ આપી શકાતી નથી. આંતરની લાગણી પણ દયાના તરફ દરેક મનુષ્યોની સ્વાભાવિક થાય છે. દયાવિના જંગલમાં વા ગુફામાં રહેવું તે ખરેખર સિંહની વૃત્તિને ધારણ કરે છે. શ્રી કેવલીભગવાન