________________
આબેહૂબ વન છે, ઉપરાંત દેવ. ગુરૂ અને ધર્મ તત્વનું સરલ ભાષામાં. એટલું તો સરસ વર્ણન કર્યું છે કે વાંચનારના હદયમાં ધર્મની ઊંડી અસર કરી શકે છે. '
() આત્મ પ્રદીપ. આ ગ્રંથ મુળ શ્લોકમાં રચી તેના ઉપર સંસ્કૃતમાં ગુરૂશ્રીએ તેિજ ટીકા કરી છે, અને તે ઉપર ગુર્જર ભાષામાં લંબાણથી વિવેચન કર્યું છે. જ્ઞાનમાર્ગનું ભાન કરાવનાર ઉત્તમ ગ્રંથ છે સમાધિ માર્ગમાં પ્રવેશ કરવા, અનંત સુખ વરવા આ ગ્રંથ અતિ ઉત્તમ સાધનભુત છે. જડવાદ સામે રક્ષણુતરીકે આ ગ્રંથ છે. કેળવાએલાઓને ખાસ ઉપયોગી છે વાંચનારને ખાત્રી થશે કે તે વાંચવાથી દિવ્ય દ્રષ્ટિ ખુલે છે. પ્રદીપ તે પ્રદીપજ છે.
() પરમારમ ન. આ ગ્રંથમાં પટદર્શનમાં કેવી રીતે આત્મા માનવામાં આવ્યું છે તે બતાવ્યું છે અને દેવ, ગુરૂ, ધર્મ, આત્મા, કર્મ રત્નત્રય, મોક્ષ, વિગેરેનું છનાગ મેના આધારે અનુભવથી ગુર્જર ભાષામાં વર્ણન કર્યું છે. ઘટસ્થાનકેનું તેમાં પ્રમાણુ યુક્તિથી તેમજ વિદ્વતાથી ભરપુર વર્ણન છે. આત્માનું બહુ સુમ સ્વરૂપ સમજાય તેમ છે. ખરેખર આત્માની સિદ્ધિ કરનાર પરમાત્માનું દર્શન કરાવનાર, આ ગ્રંથ છે.
(૯) પરમાત્મ જયતિ. આ ગ્રંથમાં સમાધિનું સ્વરૂપ દેખાડવામાં આવ્યું છે. પરમાત્માના પ્રત્યેક ગુણનું લંબાણથી વિવેચન છે, આનંદઘનજીના છ સ્તવનનું સ્પષ્ટ વિવેચન કર્યું છે, આત્મ શક્તિઓ ખીલવવા અદભૂત માર્ગ બતાવ્યા છે. દ્રવ્યાનું યોગ અને આત્મજ્ઞાનથી ભરપુર આ ગ્રંથ છે, ખરેખર પરમાત્માની
જોતિ શું તે બતાવી આપનાર આગ્રંથ છે. મુળ ગ્રંથ (કમાં) ઉપાખ્યાયશ્રીયશોવિજયજી કૃત છે. તે ઉપર મહારાજશ્રીએ લંબાણથી વિવેચન કર્યું છે. ગુર્જર ભાષામાં આ અભૂત અમુલ્ય ગ્રંથ પહેલવહેલો બહાર પડ્યો છે. જ્ઞાન અને યોગમાર્ગની અપૂર્વ શકિત ઝળકે છે ટુંકમાં મોક્ષમાર્ગ અલ્પ સમયમાં હાથ કરાવનાર આ ગ્રંથ છે.
( ૨૦ ) તવા આ ગ્રંથ સિદ્ધાન્તના વિષયથી ભરપુર છે. સૂત્રો તથા ગ્રંથમાંથી અપૂર્વ જાણવા ચોગ્ય વિષયો અને દાખલ કર્યા છે અનેક શંકાઓના સમાધાન માટે આ ગ્રંથ ઉપયોગી છે કેમકે સિદ્ધાન્ત સંબંધી સારા ખુલાસા કર્યા છે,