SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ધનાસાવાળું દેહસું બાંધનાર મુખ્ય કારીગર શામપરાવળના સલાટ દીપ નામે હતો. સિદ્ધપુર પાસે લાલપર ગામને રહેનાર તે હતો. ધનાસાએ દેહરૂં બાંધવાને ધણું કારીગરો અકઠા કરેલા હતા, પણ પોતાને મન ગમતું દેહરૂ બાંધે એવી કારીગર તેમને નહિ જણાયાથી ઉપર કહેલ દીપાનું નામ તેમને કોઇ સૂચવેલું; અને એ દીપાને તેડાવ્યાથી તેણે નકશો કરી શેઠને બતાવેલો, તે તેમને પસંદ પડ હતા. દીપ પ્રસિદ્ધ કારીગર ન્હોતો, પણ ધનાસાએ તેને ક્યારે પસંદ કર્યો ત્યારે બીજ એકઠા થયેલા કારીગરોએ તેની હાંસી કરી હતી. એવું કહેવાય છે કે દીપાને કોઈ દેવને હાથે હતો અને તેના પ્રભાવથી તે દેહરાનો નકશે કરીને ધનાસાને બતાવ્યો હતો. ગમે તેમ હશે, પણ દીપાની બુદ્ધિ અને ફળા, દેહરાંની બાંધણી જોતાં અણહદ જ. ણાય છે. આ દેહરામાં મૂળ ગભારે પ્રભુનીપલાંઠ નીચે લેખ સંવત ૧૮૯૮ ના છે, તે મને સમજાય તેવું નથી. પ્રતા સંવત્ ૧૪૯૬ માં થઈ હતી, તેથી તેજ સાલને લખ પલાંઠી નીચ હોવો જોઈએ. એ રીવાજ છે. ત્યારે વર્ષ પછીના લેખ કેમ થયો હશે તે વિચારવા જેવું છે. વળી - ભારામાં બીજી પ્રતિમાનીપલાંઠી નીચે સંવત સારી અને સત્તર વચ્ચેની સાલના લખે છે, તેનું કારણ મને એવું કહેવામાં આવ્યું હતું કે પ્રથમની પ્રનિમાએ બાન થવાથી તે ખસેડી નવી પધરાવેલી તેથી તેવા લેખો થયા હશે. સંવત્ ૧૯૪૧ માં “ રાણકપુરની જાત્રા કરી ત્યારે ત્યાં ભંડારીનું કામ કરનાર સલાટ ખુમાતુળશી હતા. ત. મને બધે ફરીને દેહ૩ બતાવ્યું હતું. વળી તેણે મને દેહરાનો નકશો પણ કરી આપો હતા. તે ઉપરથી એલિપેપર ઉપર મેં નકલ કરાવેલી મારી પાસે હજુ પણ છે. જે સમયે આ દેહરું થયું તે સમયે રાણકપુર સારું આબાદ શહેર હોવું જોઇએ, એવું મારું અનુમાન હતું, તે આ સેમ સંભાગ્ય કાવ્યથી ખરૂં કરે છે. રાસમાળામાં પાને ર૭૧માં આ દેહરૂં ઈ. સ. ૧૪૪૦માં થયાનું બતાવ્યું છે. વળી દોડ સાહેબ તેમના રાજસ્થાનના ઈતિહાસમાં પાને ૩૦૨ માં લખે છે કે આ દેહરૂ સને ૧૯૩૮ માં બાંધવા માંડયું હતું, અને જાહેર ઉઘરાણું કરીને, તે પૂરું કર્યું હતું. વખતે દેહરાના મં વિગેરે અધુરી રહેલા હોય તે પાછળ ક્યા મુજબ ઉસમાપુરના શાહુકારે તેમ બીજાઓએ પણ તે પૂરા કર્યા હોય તે અસંભવતું નથી. આ જગ્યાએ મારે ધી રાખવું જોઈએ કે આ દેરાંની જાત્રા મેં ફરી સંવત ૧૯૫૯ માં કરી
SR No.522007
Book TitleBuddhiprabha 1909 10 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size890 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy