SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ એક દીવસ શ્રી સત્યવિજ્યજી શ્રી વિજયસિંહ સુરિને કહ્યું કે આપની આજ્ઞા હેતે હું ક્રિોદ્ધાર કરૂ. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ પ્રમાણે સંયમ પાળું શ્રી આચાર્યે કહ્યું કે—જેમ સુખ થાય તેમ કરે(જહા સુખદેવાણ પિયા ) પિતાને અવતાર સફળ કરે. આ પ્રમાણે કહ્યું ત્યારે ધર્મમાર્ગે દીપાવવા શ્રી સત્યવિજયજીએ એકાકીપણ વિહાર કર્યો. ઉદેપુરમાં આવી ચોમાસું કર્યું. ઘણા લોકોને બોધ આપી ધર્મમાં સ્થિર કર્યા. છ છઠ્ઠનું ઉગ્રતપ કરવા લાગ્યા, મેવાડમાં વિચારીને મારવાડ દેશમાં વિહાર કર્યો-મારવાડ દેશમાં ઘણું લોકોને જૈન ધર્મમાં સ્થિર કર્યા--મકતા ગામમાં કે ત્યાં શ્રી આનંદઘનજી પણ પ્રસંગે રહેતા હતા ત્યાં આવી ચોમાસું કર્યું. ત્યાથી વિહાર કરતા કરતા અનેક ભવ્યજીને પ્રતિબોધતા નાગોરમાં આવી માસું કર્યું. ત્યાં અનેક મનુષ્યને ધર્મ પમાડી વિહાર કરતાં જોધપુરમાં આવી ચોમાસું કર્યું. એમ વિહાર કરતા કરતા જ ગામમાં પધાર્યા. શ્રી વિજયસિંહરિની પટપર વિરાજિત સં. ૧૭૨૯ - શ્રી વિજયપ્રભ સૂરિએ સેજિત ગામમાં સં. ૧૭૨૯ ની જે ગામમાં સાલમાં સત્યવિજયજીને પન્યાસપદ આપ્યું. ત્યાંથી વિહાર પન્યાસપદ. કરતાં સાદડી ગામમાં આવ્યા. ત્યાં આવી એક માસું કર્યું, ત્યાંથી વિચરતા અનુક્રમે ગુજરાત દેશમાં આવ્યા. પાટણમાં આવતાં સંધના આગ્રહે ત્યાં રહ્યા ત્યાંથી અમદાવાદ આવી ચામાંસી કરી. અમદાવાદમાં ધણો મહિમા થયો. સર્વ ગરછમાં મહાપુરા શ્રી સત્યવિજયજ છે એવી ખ્યાનિ થઈ ? ત્યાંથી પાટણ પધાર્યા. શ્રાવક તથા શ્રાવિકો શ્રી સત્યવિજયજી પન્યાસના મુખથી વ્યાખ્યાન સાંભળવા લાગ્યાં વૃદ્ધાવસ્થા થવાથી પાટણમાં ઘણાં ચોમાસાં કર્યા, તેમના સાધુ તરીકે કેટલાક શિષ્ય પણ થયા. શ્રી સત્યવિજયજી પન્યાસની ઉમર અભ્યાસી વર્ષની થઈ–અમદાવાદના સમકરણ શાહનો પુત્ર સૂરચંદ શાહ વ્યાપાર માટે પાટણમાં આ વ્યા હતા, તે શ્રી સત્યવિજય પન્યાસને પ્રતિદિન વાંદી ધર્મોપદેશ સાંભળતા હતા, એક દીવસ પન્યાસજીને મંદવાડ થયો, ચાર પાંચ દીવસ મંદવાડ રહ્યો. પણ શ્રી સત્યવિજયજી ધર્મ બાનમાં લીન થયા, સમભાવે વેદના સહી ચલેસરણ પયનો આદિ સારી રીતે ગણવા લાગ્યા. અત્યાવસ્થા નણું ઘણાં સ્ત્રી પર વાંદવાં આવવા લાગ્યાં. રૂપિયાદિક નાણાવટે પન્યાસના નિર્મળ નવ અંગનું નરનારીઓ પૂજન કરવા લાગી. નિર્વાણ ગ્રંથમાં રૂપિયાદિક નાણાંથી નવ અંગે પૂજન કરી એમ લખ્યું છે. ઘણું લેકેએ ત્રત પ્રત્યાખ્યાન
SR No.522007
Book TitleBuddhiprabha 1909 10 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size890 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy